હોસ્ટેલમાં આવેલી લાઈબ્રેરી વર્ષોથી બંધ હાલતમાં

હોસ્ટેલમાં આવેલી લાઈબ્રેરી વર્ષોથી બંધ હાલતમાં
હોસ્ટેલમાં આવેલી લાઈબ્રેરી વર્ષોથી બંધ હાલતમાં
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા રોહિતસિંહ રાજપૂતએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે,કે રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા ડીએચ કેમ્પસ સ્થિત લાખાજીરાજ બોય્સ હોસ્ટેલ કે જેમાં પીડીયું મેડિકલ કોલેજના ખઇઇજના પહેલા વર્ષના 100 જેટલા વિધાર્થીઓ રહે છે. આ હોસ્ટેલ હાલ તે જર્જરિત હાલતમાં છે જેથી અનેક રૂમમાંથી છતમાંથી પોપડાઓ પડ્યા છે તેમજ વરસાદના અનેક રૂમોમાં છતમાંથી પાણી પડે છે. અહીં રહેતા વિધાર્થીઓના જીવ પર જોખમ છે ત્યારે તત્કાલ અહીં રહેતા વિધાર્થીઓને અન્યત્ર જગ્યાએ રહેવા માટે વ્યવસ્થા કરી આપવી જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરમાં જ જામનગર અને જૂનાગઢમા જરિત બાંધકામાં ધરાશાયી થતા મોટી જાનહાની થઇ હતી જેથી આ વર્ષો જુના બાંધકામની પણ મજુબતાઇ અંગે ચકાસણી કરવી જોઈએ.હોસ્ટેલમાં રહેતા વિધાર્થીઓને પ્રાથમિક સુવિધાઓનો પણ નથી મળતી તેવુ અમારા ધ્યાને આવ્યું જેથી આપશ્રી હોસ્ટેલ પર રૂબરૂ જઈ હોસ્ટેલનુ નિરીક્ષણ કરી વિધાર્થીઓને પડતી સમસ્યાઓનુ તત્કાલ નિરાકરણ કરવામાં આવે તેવી અમારી માંગ છે. અમારા ધ્યાનમાં આવેલી સમસ્યાઓ નીચે મુજબ છે… હોસ્ટેલના રૂમોના છતમાંથી પોપડાઓ પડી રહ્યા છે તેમજ વરસાદી પાણી ટપકી રહ્યા છે, પીવાના પાણી વ્યસ્થા નથી,આરઓ પ્લાન્ટ બંધ હાલતમાં છે, હોસ્ટેલના રૂમ,લોબી અને કેમ્પસમાં સાફ સફાઈ થતી નથી જેને લીધે ગંદકી ખુબ ફેલાઈ છે, તેના લીધે વિધાર્થીઓ બીમાર ખુબ પડે છે,હોસ્ટેલમાં આવેલી લાઈબ્રેરી વર્ષોથી બંધ હાલતમાં છે.

Read About Weather here

ઉપરોક્ત તમામ સમસ્યાઓ ગંભીર છે કે જેના લીધે દેશના ભાવિ ડોક્ટરો પીડાય રહ્યા છે જેની સીધી અસર તેઓના અભ્યાસ પર પડી રહી છે. આપ તમામ બાબતોને ધ્યાનમાં રાખી આ સમસ્યાઓનુ નિરાકરણ માટે તત્કાલ સબંધિત વિભાગો અને રાજ્ય સરકારનું ધ્યાન દોરી ઘટતું કરવા અમારી માંગ સાથે વિનંતી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here