ભારતમાં કોરોનાના વધતા જતા ખતરા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર. બેઠકમાં કોરોનાના નવા પ્રકાર સામે લડવા માટે નવી યોજના બનાવવામાં આવશે. આ સાથે નવી માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
આ પહેલાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)ના ડૉ. અનિલ ગોયલે કહ્યું હતું કે ભારતમાં લોકડાઉનની કોઈ જરૂર રહેશે નહીં. IMA અનુસાર, ભારતના લોકોની રોગપ્રતિકારક શક્તિ ચીન કરતાં વધુ મજબૂત છે. ભારતની 95% વસતિ કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે, તેથી દેશમાં કોઈ લોકડાઉન કરવું પડે એવી સ્થિતિ નહીં આવે.
ગુરુવારે બેઠક દરમિયાન પીએમ મોદીએ માસ્ક પહેરવા અને સામાજિક અંતર રાખવાની અપીલ કરી હતી.
આ ઉપરાંત તેમણે પરીક્ષણ વધારવા અને કોવિડ નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ કરાવવા પર ભાર મૂક્યો. મીટિંગ પૂરી થયાના થોડા કલાકો પછી આરોગ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી. આમાં, કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના 2% મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. 24 ડિસેમ્બરથી એને દેશભરનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લાગુ કરવામાં આવશે.
દેશમાં કોરોનાની સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે તહેવારો આવી રહ્યા છે, તેથી લોકોએ માસ્ક પહેરવા જોઈએ. આ સિવાય તેમણે જીનોમ સિક્વન્સિંગ અને કોવિડ ટેસ્ટિંગ વધારવા માટે પણ કહ્યું છે. તેમણે અધિકારીઓને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પર ચાલી રહેલા સર્વેલન્સ પગલાંને વધુ મજબૂત બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ સિવાય તેમણે વૃદ્ધો અને બીમાર લોકોને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ કરી છે.
Read About Weather here
તેમણે ઓક્સિજન સિલિન્ડર, PSA પ્લાન્ટ, વેન્ટિલેટર અને માનવસંસાધન સહિત હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે એની ખાતરી કરવા માટે કોવિડ વિશિષ્ટ સુવિધાઓનું ઓડિટ કરવા રાજ્યોને પણ સલાહ આપી છે. PMOએ જણાવ્યું હતું કે પીએમને દવાઓ, રસી અને હોસ્પિટલમાં પથારીની પૂરતી ઉપલબ્ધતા વિશે રાજ્યો દ્વારા જાણ કરવામાં આવી હતી. વડાપ્રઘાને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા અને કિંમતો પર નિયમિત દેખરેખ રાખવાનું સૂચન કર્યું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here