નવા વર્ષની ઉજવણીમાં હજારો-લાખો પ્રવાસીઓ ફરવા નીકળી ગયા હતા અને તેનો લાભ ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળ્યો હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં રેકોર્ડબ્રેક 4 લાખ લોકોએ આ પ્રવાસન સ્થળની મુલાકાત લીધી હતી. જબરદસ્ત ધસારો થયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
25થી 31 ડીસેમ્બરના સમયગાળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો જોરદાર ધસારો હતો અને આ દરમિયાન સાડા ત્રણથી ચાર લાખ લોકો ઉમટ્યા હોવાનો અંદાજ પ્રવક્તાએ દર્શાવ્યો હતો. 2022ના છેલ્લા આઠ દિવસમાં દરરોજ સરેરાશ 45,000થી 50,000 લોકો આવતા હતા. નાતાલના દિવસે તો સંખ્યા આનાથી પણ વધુ હતી. જો કે પ્રવાસીઓ વધવાની ગણતરીએ તંત્ર દ્વારા આગોતરી ગોઠવણ જ કરવામાં આવી હતી. જેનાથી લોકોને કોઇ તકલીફ ન પડી શકે.
Visit Saurashtra Kranti Homepage here
ભારતના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરૂષનું બિરૂદ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જંગલ સફારીથી માંડીને અનેકવિધ આકર્ષણો ઉભા કરવામાં આવ્યા હોવાથી માત્ર ગુજરાત જ નહીં દેશભરમાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.સમગ્ર સપ્તાહ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસની તમામ હોટલો હાઉસફૂલ બની રહી હતી.બીજા રાજ્યોમાંથી આવનારા પ્રવાસીઓની સંખ્યા પણ ઘણી મોટી હતી.છેલ્લા કેટલાક દિવસોથી ફરી કોરોનાનું એલર્ટ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફેસમાસ્ક ફરજીયાત બનાવવામાં આવ્યું હોવા છતાં લોકો કોઇપણ જાતની બીક વિના પ્રવાસમાં ઉમટ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here