સીએનજી-પીએનજીના ભાવમાં 10 ટકા સુધી રાહત મળી શકે, ઘરેલુ કિંમતની નવી ફોર્મ્યુલાને કેબિનેટની લીલીઝંડી

સીએનજી-પીએનજીના ભાવમાં 10 ટકા સુધી રાહત મળી શકે, ઘરેલુ કિંમતની નવી ફોર્મ્યુલાને કેબિનેટની લીલીઝંડી
સીએનજી-પીએનજીના ભાવમાં 10 ટકા સુધી રાહત મળી શકે, ઘરેલુ કિંમતની નવી ફોર્મ્યુલાને કેબિનેટની લીલીઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ઘરેલુ પ્રાકૃતિક ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે.  સરકારના આ નિર્ણય બાદ સીએનજી અને પીએનજી જેવા ઇંધણના ભાવમાં ઘટાડો થઇ શકે છે. સરકાર વર્ષમાં બે ઘરેલુ નેચરલ ગેસના ભાવની સમીક્ષા કરે છે. પરંતુ 1 એપ્રિલ, 2023ના રોજ, પરીખ સમિતિની ભલામણો પર સરકારે નિર્ણય લેવાનો હોવાથી ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સીએનજી-પીએનજીની કિંમતો દર મહિને થશે જ્યારે અત્યાર સુધી વર્ષમાં બે વાર એપ્રિલ અને ઓક્ટોબરમાં કિંમતોની નક્કી થતી હતી. સરકારના આ નિર્ણયને કારણે પીએનજી-સીએનજી ગેસની કિંમતમાં 10 ટકાનો ઘટાડો આવશે. 

કિરીટ પરીખ સમિતિએ કેન્દ્ર સરકારને સીએનજી પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા ભલામણ કરી છે. સમિતિએ પોતાની ભલામણોમાં સરકારને કહ્યું છે કે જ્યાં સુધી નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવાનો નિર્ણય ન આવે ત્યાં સુધી સીએનજી પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવામાં આવે જેથી કરીને ગ્રાહકોને રાહત મળી શકે. કિરીટ પરીખ સમિતિએ નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવા સરકારને ભલામણ કરી છે. કિરીટ પરીખ સમિતિએ આગામી ત્રણ વર્ષ માટે ગેસના ભાવ પરની મર્યાદા નાબૂદ કરવાનું સૂચન પણ કર્યું છે. આ ઉપરાંત સમિતિએ દેશમાં જૂના ગેસ ફિલ્ડ્સમાંથી ઉત્પાદિત કુદરતી ગેસના પ્રાઇસ બેન્ડને 3થી 4.6 ડોલર પ્રતિ યુનિટ (એમએમબીટીયુ) નક્કી કરવાની ભલામણ કરી છે.

Read About Weather here

સીએનજી પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડો, નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવા જોઈએ, ત્રણ વર્ષ માટે ગેસના ભાવ પરની મર્યાદા નાબૂદ કરવી જોઈએ,  કુદરતી ગેસના પ્રાઇસ બેન્ડને 3થી 4.6 ડોલર નક્કી કરવાની ભલામણ. હાલમાં કેન્દ્રીય કેબિનેટે સમિતીની ભલામણોને મંજૂરી આપી હોવાથી સરકાર હવે ગમે ત્યારે સીએનજી-પીએનજીના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી શકે. કેબિનેટના આ નિર્ણયથી સીએનજી-પીએનજીના ભાવમાં 10 ટકા સુધીનો ઘટાડો થશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here