રાષ્ટ્રીય જનતાદળના વડા લાલુ પ્રસાદ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન આજે સોમવારે સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં હાથ ધરાશે. લાલુપ્રસાદની પુત્રી રોહિણી આચાર્ય તેમને કિડની આપી રહી છે. રોહિણી આચાર્ય લાલુ પ્રસાદ યાદવની દિકરી છે તે હાલમાં તેના પતિ અને પરિવાર સાથે સિંગાપુરમાં રહે છે.
Visit Saurashtra Kranti Homepage here
લાલુપ્રસાદ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયા ગત બે દિવસ પૂર્વે શરૂ કરાઈ હતી. લાલુ પ્રસાદ અને રોહિણીને સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લાલુ પ્રસાદને લાંબા સમયથી કિડની રોગ સહિતની આરોગ્ય સમસ્યાઓ છે. દિલ્લી AIIMSના ડૉક્ટરોની સલાહ પર તેમને સિંગાપુર લઈ જવામાં આવ્યા છે અને ત્યાંના ડૉક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટને મંજૂરી આપી છે.
Read About Weather here
લાલુપ્રસાદની સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આરજેડી કાર્યકર્તાઓ સોમવારે પટનામાં હવન-પૂજન કરશે. લાલુ પ્રસાદ યાદવના આરોગ્યને લઈને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ચિંતિત છે. સોમવારે તેમના ઓપરેશનના દિવસે સવારથી જ બિહાર રાજ્યના વિવિધ મંદિરોમાં હોમ હવન અને પૂજાની તૈયારીઓ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here