સંસદભવનમાં નકલી આધાર કાર્ડ સાથે ઘૂસવાનો પ્રયાસ કરતા ત્રણ ઈસમોની CISF દ્વારા કરાઈ ધરપકડ

સંસદભવનમાં નકલી આધાર કાર્ડ સાથે ઘૂસવાનો પ્રયાસ કરતા ત્રણ ઈસમોની CISF દ્વારા કરાઈ ધરપકડ
સંસદભવનમાં નકલી આધાર કાર્ડ સાથે ઘૂસવાનો પ્રયાસ કરતા ત્રણ ઈસમોની CISF દ્વારા કરાઈ ધરપકડ

સંસદની સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે.સંસદની સુરક્ષામાં ભંગ કરવાના પ્રયાસ 3 ઈસમો દ્વારા થયો હતો પરંતુ સુરક્ષા દળોએ તેનો આ ઘુષણખોરીનો પ્રયાસ નિષ્‍ફળ બનાવ્‍યો

સંસદના સંકુલમાં નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘૂસણખોરી કરી રહેલા ત્રણ મજૂરોની CISF દ્વારા ધરપકડ કરાઈ છે.સંસદની સુરક્ષામાં ભંગ કરવાના પ્રયાસને સુરક્ષા દળોએ નિષ્‍ફળ બનાવ્‍યો છે. બનાવટી આધાર કાર્ડનો ઉપયોગ કરીને સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ મજૂરોને CISF દ્વારા પકડવામાં આવ્‍યા છે. CISFએ કહ્યું કે ત્રણેય ગેટ નંબર ૩થી સંસદ ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અમે તેમને પકડીને દિલ્‍હી પોલીસને સોંપી દીધા આ કેસમાં પોલીસ ત્રણેય ઇસમોની પૂછપરછ કરી રહી છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર ત્રણેય મજૂરોના નામ શોએબ,કાસિમ અને મોનિસ છે, હાલ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની અનેક ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

સુરક્ષાકર્મીઓએ જ્‍યારે એન્‍ટ્રી ગેટ પર તેનું આધાર કાર્ડ ચેક કર્યું તો તેમને શંકા ગઈ. તપાસ બાદ જાણવા મળ્‍યું કે રેઓ ત્રણેયનું આધાર કાર્ડ નકલી છે. જે બાદ ત્રણેય મજૂરોને તાત્‍કાલિક કસ્‍ટડીમાં લેવામાં આવ્‍યા હતા અને બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ સંસદભવનની સુરક્ષાની જવાબદારી CRPF અને દિલ્‍હી પોલીસને સોંપવામાં આવી હતી. મળતી વિગતો મુજબ, ત્રણેય મજૂરોને સંસદ ભવન સંકુલની અંદર એમપી લોન્‍જના નિર્માણ કાર્ય માટે રખાયા હતા.