શિયાળાના પગરણ: ઉતરથી મધ્યભારત સુધી ઠંડી વધશે

શિયાળાના પગરણ: ઉતરથી મધ્યભારત સુધી ઠંડી વધશે
શિયાળાના પગરણ: ઉતરથી મધ્યભારત સુધી ઠંડી વધશે
શિયાળાનાં પગરણ શરૂ થઈ ગયા છે. ખાસ કરીને ઉતર ભારતમાં શિયાળાએ દસ્તક દઈ દીધી છે અને તાપમાન સરેરાશથી નીચે સરકવા લાગ્યુ છે. બીજી તરફ તામિલનાડુ સહિતના દક્ષિણ ભારતના રાજયોમાં ભારે વરસાદથી જળબંબાકારની હાલત સર્જાઈ છે.હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉતર ભારતમાં શિયાળાએ દસ્તક દઈ દીધી છે. જો કે, ચાલુ નવેમ્બર મહિનામાં દેશના મોટાભાગના ક્ષેત્રોમાં રાતનું તાપમાન સામાન્યથી વધુ રહેશે. ન્યુનતમ તાપમાન પણ સરેરાશથી વધુ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

લદાખ, હિમાચલપ્રદેશ તથા ઉતરાખંડમાં દિવસનું તાપમાન સામાન્યથી વધુ રહેશે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાયુ હોવાના કારણોસર ચાલુ મહિનામાં પહાડી-પર્વતીય ભાગોમાં ભારે હિમવર્ષા થવાની પણ શકયતા છે.આ જ રીતે ઉતર ભારતના અનેક રાજયોમાં હાઈવે તથા એકાદ-બે સ્થળોએ મધ્યમ-ભારે વરસાદ થવાની શકયતા છે. પંજાબના કેટલાંક ભાગોમાં ભારે વરસાદ થવાની શકયતા છે. જયારે દિલ્હી, હરિયાણા, ઉતરીય-પશ્ર્ચિમી ઉતરપ્રદેશ તથા રાજસ્થાનમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે 6 અને 7 નવેમ્બરે ભારતમાં બે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય રહેવાના કારણે ઉતરથી માંડીને મધ્ય ભારત સુધીના રાજયોમાં ઠંડી ધ્રુજાવી શકે છે.

Read About Weather here

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાશ્મીરમાં સર્જાઈ જ ચૂકયું છે અને તેની અસરે કાશ્મીર, હિમાચલ તથા ઉતરાખંડમાં હિમવર્ષા સાથે વરસાદ થવાની શકયતા છે. બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3 નવેમ્બરે સક્રીય થવાની શકયતા છે તેને કારણે 5 અને 6 નવેમ્બર સુધી કાશ્મીર, હિમાચલ, ઉતરાખંડમાં હિમવર્ષા થવાની શકયતા છે. 8 અને 9 નવેમ્બરથી ઉતરપ્રદેશ, છતીસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા તથા તેલંગાણામાં તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here