વાહનોની સુરક્ષા વધારવા હાઈ-વેના પુલ પર કોંક્રીટ યા મેટલના ક્રેશ બેરીયર બનાવાશે

વાહનોની સુરક્ષા વધારવા હાઈ-વેના પુલ પર કોંક્રીટ યા મેટલના ક્રેશ બેરીયર બનાવાશે
વાહનોની સુરક્ષા વધારવા હાઈ-વેના પુલ પર કોંક્રીટ યા મેટલના ક્રેશ બેરીયર બનાવાશે

લોકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: હાઈ-વે પરના આવા તમામ પુલોની રેલીંગ હટાવીને લોખંડી બેરીયર બાંધવા રાજ્ય સરકારો અને હાઈ-વે ઓથોરીટીને આદેશ

હાઈ-વે પરના પુલો પરથી વાહનો નીચે ખાબકવાનાં વધતા બનાવોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સુરક્ષા વધારવા ક્રોંક્રીટ અથવા મેટલના ક્રેશ બેરીયર લગાવવાનો નિર્ણય લીધો છે.ટુલેન-ફોર લેન અને સીકસ લેન ધરાવતા હાઈ-વે પર પૂલની રેલીંગ હટાવીને ક્રોંક્રીટ અથવા મેટલના ક્રેસ બેરીયર લગાવવામાં આવશે. કેન્દ્રનાં માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા તમામ રાજય સરકારો નેશનલ હાઈવે ઓથોરીટી સહિતની એજન્સીઓને આ અંગેના દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં એવુ સુચવ્યુ છે કે હાઈ-વે પરના પુલની રેલીંગ હટાવીને ક્રોંક્રીટ અથવા મેટલના ક્રેશ બેરીયર લગાવવામાં આવે આ કાર્યવાહી કરતા પૂર્વે વર્તમાન માળખાનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવે. એન્જીનીયરોની ટીમ પાસે અભ્યાસ કરાવાયા બાદ ક્રોંકીટ કે મેટલના બેરીયર ભાર ઉઠાવવા માટે સક્ષમ છે કે કેમ? તેની તપાસણી કરવામાં આવે.વર્તમાન ક્રેશ બેરીયર સાથે વાહનની ટકકર બાદ તે યોગ્ય સ્થિતિમાં છે કે કેમ તેની પણ તપાસણી કરવા સુચવવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2020 માં મધ્યપ્રદેશના ઘલઘાટમાં આગ્રા-મુંબઈ હાઈવે પર પુલની રેલીંગ તોડી બસ નર્મદા નદીમાં ખાબકી હતી અને તેમાં 13 યાત્રાળુઓનાં મોત થયા હતા. આ પછી પરિવહન મંત્રાલય દ્વારા આ પ્રકારની દુર્ઘટના રોકવા અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો અને હવે છેવટે ક્રોંક્રીટ અથવા મેટલના ક્રેશ બેરીયર નાખવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારના રીપોર્ટ પ્રમાણે સમગ્ર દેશના હાઈવે પર 1,72,517 નાના મોટા પુલ છે તેમાંથી 32,816 નાના પુલ, 3647 મોટા પુલ અને 1835 અત્યંત લાંબા પુલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here