વાતાવરણ પલટાશે…ક્યાંક વાવાઝોડા જેવો પવન તો ક્યાંક અતિવૃષ્ટિની જેમ ત્રાટકશે વરસાદ

વાતાવરણ પલટાશે...ક્યાંક વાવાઝોડા જેવો પવન તો ક્યાંક અતિવૃષ્ટિની જેમ ત્રાટકશે વરસાદ
વાતાવરણ પલટાશે...ક્યાંક વાવાઝોડા જેવો પવન તો ક્યાંક અતિવૃષ્ટિની જેમ ત્રાટકશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ દેશના ઘણા ભાગોમાં આજે વાતાવરણ બદલાશે.દિલ્હી,પંજાબ, હરિયાણા,યુપી અને રાજસ્થાનમાં વંટોળ આવશે. તો બીજી તરફ નોર્થ ઈસ્ટના રાજ્યો અને દક્ષિણ ભારતમાં વરસાદ પડી શકે છે. કાશ્મીરથી ઉત્તરાખંડ સુધીના હિમાલયી રાજ્યોમાં પણ વરસાદ થઈ શકે છે.

ચોમાસુ આગળ વધી રહ્યું છે
દેશના ઘણા ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આગળ વધી રહ્યું છે. ગોવા, કર્ણાટક અને તેલંગાણાના અમુક ભાગોમાં ચોમાસુ આગળ વધ્યો છે. જેની ઉત્તરી સીમા પણ આ સમયે ગોવા, નારાયણપેટ, નરસાપુર અને ઈસ્લામપુરથી થઈને પસાર થઈ રહી છે.

આગામી 3-4 દિવસમાં આ રાજ્યોના કેટલાક પ્રદેશોમાં વરસાદ ત્રાટકશે
આવનાર 3-4 દિવસોમાં કર્ણાટકના કેટલાક પ્રદેશોમાં, દક્ષિણ મહારાષ્ટ્રના અમુક પ્રદેશોમાં તેમજ તેલંગાણા અને તટીવ આંધ્ર પ્રદેશના અમુક ભોગોમાં, દક્ષિણ ઓડિશાના અને દક્ષિણ છત્તીસગઢ અમુક ભાગોમાં ચોમાસુ આગળ વધવાની પરિસ્થિતિઓ અનુકૂળ છે. ત્યાં જ પૂર્વોત્તર અસમ પર એક વાવાઝોડુ ત્રાટકશે.બંગાળની ખાડીથી પૂર્વોત્તરના રાજ્યો સુધી પવન ફૂકાશે.

વાવાઝોડુ પણ અહીં આવી શકે છે
તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તારોમાં વાવાઝોડુ આવશે. બીજુ વાવાઝોડુ દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ-ઉત્તર તમિલનાડુથી દૂર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીથી અડેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર બનેલું છે. તેની અસરથી કેરળ, માહે, લક્ષ્યદ્વીપ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને કર્ણાયકમાં ગાજવીજ સાથે વિજળી અને હવાઓની સાથે હલ્કાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.