વડાપ્રધાન મોદી 27મીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે

વડાપ્રધાન મોદી 27મીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે
વડાપ્રધાન મોદી 27મીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 મી જાન્યુઆરીના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’ના ખાસ કાર્યક્રમ અંતર્ગત નવી દિલ્હીમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે અને પરીક્ષા અંગે એમને માર્ગદર્શન આપશે.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમ માટે 150 થી વધુ દેશોના વિદ્યાર્થીઓ, 51 દેશોના શિક્ષકો અને 50 દેશોના માતા-પિતાએ નામની નોંધણી કરાવી છે.કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાર્યક્રમની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, વડાપ્રધાન 27 જાન્યુઆરીના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સંવાદ કરશે. બાળકો 26 જાન્યુઆરીના રોજ પરેડ નિહાળશે. 27મીએ વડાપ્રધાન સમક્ષ બાળકોને એમની પ્રતિભા દર્શાવવાની તક મળશે. નવી દિલ્હીના ભવ્ય તાલકટોરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, 2018 થી વડાપ્રધાને ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ શરૂ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વર્ષે 38.80 લાખ સહભાગીઓએ કાર્યક્રમ માટે નોંધણી કરાવી છે. જેમાં 31.24 લાખ વિદ્યાર્થીઓ, 5.60 લાખ શિક્ષકો તેમજ 1.95 લાખ વાલીઓ જોડાશે. ખઢૠઘટ પર સર્જનાત્મક લેખન સ્પર્ધા દ્વારા 2050 સહભાગીઓની પસંદગી કરવામાં આવી છે. એમને ખાસ ‘પરીક્ષા પે ચર્ચા’ કીટ આપવામાં આવશે. આ કીટમાં વડાપ્રધાન મોદી દ્વારા હિન્દી અને અંગ્રેજીમાં લખાયેલ નએક્ઝામ વોરિયરથ પુસ્તક તથા એક પ્રમાણપત્ર સામેલ છે. કાર્યક્રમની આ છઠ્ઠી આવૃત્તિ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here