
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પુનઃવિકાસિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC)નું ઉદ્ઘાટન કર્યું. તેને ‘ભારત મંડપમ’ નામ આપવામાં આવ્યું છે. સિક્કા અને ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. વહેલી સવારે તેમણે હવન અને પૂજા કરી હતી. કન્વેન્શન સેન્ટરને રૂ. 2,700 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
આ કન્વેન્શન સેન્ટરમાં 9થી 10 સપ્ટેમ્બર દરમિયાન 18મી G-20 બેઠક યોજાશે. સરકારી એજન્સી ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન, એટલે કે આઇટીપીઓ દ્વારા બનાવવામાં આવેલું આ સંકુલ 123 એકરમાં ફેલાયેલું છે. IECCએ વિશ્વના અગ્રણી પ્રદર્શન અને સંમેલન કેન્દ્રોમાંનું એક છે. આ સંકુલ દેશનું સૌથી મોટું MICE (મિટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) કેન્દ્ર છે.
Read About Weather here
એ 7,000થી વધુ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે અને એ સિડનીના ઓપેરા હાઉસ કરતાં મોટું છે, જેમાં 5,500 લોકો બેસી શકે છે. કન્વેન્શન સેન્ટરમાં 3,000 વ્યક્તિની બેઠક ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર પણ છે, જે ત્રણ PVR થિયેટર્સની સમકક્ષ છે. મિટિંગ રૂમમાં 100 લોકો એકસાથે બેસી શકે છે. 5,500થી વધુ વાહનો માટે પાર્કિંગની જગ્યા પણ આપવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here