અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતાં ઢોરને લઇને ટ્રેન અકસ્માતની સંખ્યા વધી રહી છે. આ તરફ દેશની સૌથી ઝડપી વંદે ભારત ટ્રેનના અકસ્માતને લઈને રેલવે તંત્રએ અમદાવાદ-મુંબઈ વચ્ચે ક્રેશ બેરિયર લગાડવાનો નિર્ણય કર્યો છે. 200 કરોડથી વધુના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થઇ રહ્યો છે. જેમાં અમદાવાદથી ક્રેશ બેરિયર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે!
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત માહિતી અનુસાર 30 સપ્ટેમ્બર-2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી સૌથી સ્પીડમાં ચાલતી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ ટ્રેન શરૂ થયાના બીજા જ દિવસે અમદાવાદના વટવા નજીક આ ટ્રેન ભેંસ સાથે અથડાઇ હતી. જેમાં એન્જીનના આગળના ભાગે નુકસાન થયું હતું!
Read About Weather here
આ ટ્રેનને અલગ અલગ 7 જગ્યા ઉપર અકસ્માત થયો હતો. વારંવાર થતા અકસ્માત બાદ રેલવે વિભાગ દ્વારા અમદાવાદ-સુરતની વચ્ચેના 170 કિલોમીટરના અંતરમાં 200 કરોડથી પણ વધુના ખર્ચે ક્રેશ બેરિયર લગાવવાનું નક્કી કર્યું છે. જેમાં હાલમાં અમદાવાદથી ક્રેશ બેરિયર લગાડવાનું શરૂ કરવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here