રાજસ્થાનમાં MI-17 હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ…!

રાજસ્થાનમાં MI-17 હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ…!
રાજસ્થાનમાં MI-17 હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ…!
રાજસ્થાનના જોધપુરમાં ઈન્ડિયન એરફોર્સના MI-17 હેલિકોપ્ટરનું રવિવારે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. બે કલાક સુધી ટેક્નિકલ ખામીને દૂર કર્યા પછી હેલિકોપ્ટરને ફલોદી પહોંચાડ્યું હતું. હેલિકોપ્ટરને જોધપુરથી અંદાજે 50 કિલોમીટર દૂર પીલવા-દેચૂ રોડની પાસે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં લેન્ડ કરાવાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

MI-17 જોધપુરથી ફલોદી જવા માટે નીકળ્યું હતું. હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત 20 એરફોર્સના જવાનો હતા. રવિવારે બપોરે 3:30 વાગે હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામીના કારણે દેચૂ પોલીસ સ્ટેશન એરિયાના પીલવા ગામમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. જ્યાં સ્થાનિકોની ભીડ ઉમટી પડી હતી.આ મામલાની જાણકારી મળતા જ લોહાવટ અને દેચૂ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને લોકોને ત્યાંથી હટાવ્યા હતા. આ આખા મામલાને વાયુસેનાના અધિકારીઓને જાણ કરી દેવાઈ છે.

Read About Weather here

ત્યારસુધીમાં હેલિકોપ્ટરનું સુરક્ષિત લેન્ડિંગ થઈ ગયું હતું. આ પછી થોડીવારમાં જ પોલીસ આવી પહોંચી હતી. વાયુસેનાના અધિકારીઓ અને ટેક્નિકલ ટીમને ઘટના અંગે જાણ કરી દેવાઈ હતી. આ પછી વાયુસેનાના જવાનો ટેક્નિકલ અધિકારીઓની ટીમની રાહ જોતી રહી હતી. સ્થાનિકોમાં હેલિકોપ્ટરને જોઈને કુતુહલતા જાગી હતી એટલે ત્યાં ભીડ વધી ગઈ હતી.લોહાવટ સ્ટેશનના ઇન્ચાર્જ બદ્રી પ્રસાદ મીણાએ જણાવ્યું હતું કે ‘રવિવાર બપોરે ગ્રામજનો પાસેથી માહિતી મળી કે પીલવામાં એક ખેડૂતના ખેતરમાં સેનાનું હેલિકોપ્ટરનું લેન્ડિંગ થયું છે. તરત જ ઘટનાસ્થળે ફોર્સની સાથે પહોંચ્યા હતા.’

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here