રાજકોટ શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર અને સંતકબીર રોડ પર બે દુકાનમાં લાગી આગ

રાજકોટ શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર અને સંતકબીર રોડ પર બે દુકાનમાં લાગી આગ
રાજકોટ શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર અને સંતકબીર રોડ પર બે દુકાનમાં લાગી આગ

શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર પીઝા ફીલ દુકાનમાં આગ લાગતા ફાયરબ્રીગ્રેડ સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી માહિતી મુજબ રેસકોર્ષ રીંગરોડ પર રેસકોર્ષ પ્‍લાઝામાં આવેલી પીઝા ફીલ નામની દુકાનમાં એકાએક આગ લાગી હોવાની કોઇ એ જાણ કરતા ફાયર બ્રીગ્રેડ સ્‍ટાફે ફાયરફાયટર સાથે સ્‍થળપર પહોંચી દુકાનનું શટર તોડી આગ બુઝાવાણી કામગીરી હાથ ધરાય હતી. બનાવની જાણ થતા દુકાનના માલીક ધારાબેન મહેન્‍દ્રસિંહ ચાવડા ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. આગામાં એ.સી. સહિતનો સામાન સળગી ગયો હતો. અને આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્‍યું છે.

જયારે બીજા બનાવમાં સતંકબીર રોડ પર આવેલી ભગવતી એન્‍ટરપ્રાઇઝ નામની ઇમીટેશનની દુકાન આગ લગતા ફાયરબ્રીગ્રેડ સ્‍ટાફ મીની ફાયરફાયટર સાથે સ્‍થળપર પહોંચી આગ બુઝાવી હતી આગમાં ઇલેકટ્રીક વાયરીંગ બળી ગયું હતું. જાણ થતા દુકાન માલીક ચંદુભાઇ જોબનપુત્રા દોડી આવ્‍યા હતા. આગ શોર્ટ સર્ક્રિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્‍યું છે.