રાજકોટમાં ક્રિકેટર રોહિત શર્માનો ફોન થયો ગુમ, વસ્તુ ભૂલવાની આદત ભારે પડી

રાજકોટમાં ક્રિકેટર રોહિત શર્માનો ફોન થયો ગુમ, વસ્તુ ભૂલવાની આદત ભારે પડી
રાજકોટમાં ક્રિકેટર રોહિત શર્માનો ફોન થયો ગુમ, વસ્તુ ભૂલવાની આદત ભારે પડી
રાજકોટમાં આજે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાવવા જઈ રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટર રોહિત શર્માનો ફોન ગુમ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. જેમાં હજી સુધી કોઈ પણ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ ફોનની  શોધખોળ કરી છતાં મળ્યો ન હતો અને સ્વીચ ઓફ થઈ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે માહિતી અનુસાર ભારતીય કપ્તાન રોહિત શર્માએ ગઈકાલે સાંજે નેટ પ્રેકટિસ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ દરમ્યાન કેટલાક ફોન પણ રિસિવ કર્યા હતા. જે પછી ફોનમાં વાતચીત કર્યા બાદ તેના દ્વારા ફોન કયાંય મુકાઈ ગયો કે ચોરાઈ ગયો તે સ્પષ્ટ થયું નથી. રોહિતનો ફોન ગુમ થતા તાત્કાલિક લોકેશનનાં આધારે ફોન શોધવાનો પ્રયાસ થયો હતો.પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ થતા લોકેશન ટ્રેસ થઈ શકયો નથી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાવાર સુત્રોને જણાવ્યા પ્રમાણે રોહિત શર્માના ફોનને શોધવા માટેની મથામણ ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here