રાજકોટ મોઢવાણિક મહાજન દ્વારા સમસ્ત મોઢવાણિક જ્ઞાતિ માટેના ભવ્ય આયોજનથી ખેલૈયાઓમાં થનગનાટ
શિતલ પાર્કના સોનમ ગ્રાઉન્ડ ખાતે તા.25મીએ સાંજે 6 વાગ્યે લાઈટ-સાઉન્ડના સથવારે ગરબાની ધૂમ, ઈનામોની વણઝાર
રાજકોટ મોઢવણિક મહાજન ટ્રસ્ટ હંમેશા મોઢવણિક જ્ઞાતિજનોને અવનવા આયોજન આપતું રહ્યું છે. જે અંતર્ગત 2 વર્ષના અંતરાલ પછી નવરાત્રી ઉત્સવને ઉજવવા સમગ્ર ગુજરાત જ્યારે થનગની રહ્યું છે.
રાજકોટમાં મોઢવણિક જ્ઞાતિજનો માટે રાજકોટ મોઢવણિક મહાજન ટ્રસ્ટ દ્વારા આગામી 25 સપ્ટેમ્બર રવિવારના રોજ નિ:શુલ્ક ‘વેલકમ નવરાત્રી મહોત્સવ’ 2022 નું જાજરમાન અને ભવ્ય એક દિવસીય આયોજન રાજકોટના જાણીતા જૈન વિઝન સંચાલિત સોનમ ગરબા ગ્રાઉન્ડ, શીતલ પાર્ક બસ સ્ટોપની સામે, 150 ફૂટ રીંગ રોડ ખાતે સાંજના 6 વાગ્યાથી કરવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ નવરાત્રી મહોત્સવની વિશેષતા જણાવતાં મોઢવણિક મહાજન પ્રમુખ ભાગ્યેશ વોરા, મેને. ટ્રસ્ટી. કિરેન છાપિયા, સહમંત્રી કેતન પારેખ તથા પ્રો. ઇન્ચાર્જ કેતન બોઘાણી, પિયુષ પટેલ, અતુલ વોરા જણાવે છે કે મોઢવણિક જ્ઞાતિ માટે નિ:શુલ્ક અલ્પાહાર સાથે વેલકમ નવરાત્રી મહોત્સવ પ્રથમ વખત થવા જઈ રહ્યું છે. ત્યારે જ્ઞાતિના બાળકો, યુવક-યુવતીઓ, અબાલ-વૃદ્ધમાં આદ્યશક્તિના પર્વને વધાવવા મન ભરીને આનંદ માણવા થનગની રહ્યાં છે.

વેલકમ નવરાત્રી મહોત્સવના આકર્ષણો વિશે વધુમાં મોઢવણિક મહાજનના ઉપપ્રમુખ સુનિલ વોરા, અશ્વિન વડોદરિયા, અને સંજય મણીયાર જણાવે છે કે અલગ અલગ ચાર ગ્રુપમાં ખેલૈયાઓને પ્રિન્સ, પ્રિન્સેસ તેમજ વેલ ડ્રેસને ઇનામો આપવામાં આવશે, વિશાળ ગ્રાઉન્ડ સાથે 1,50,000 વોર્ટની સાઉન્ડ સિસ્ટમ તથા નયન રમ્ય લાઇટિંગથી સુશોભિત ગ્રાઉન્ડ સાથો સાથ વિખ્યાત ગાયક કલાકારો સાથેનું અધતન ઓરકેસ્ટ્રા અને પધારેલ સમસ્ત જ્ઞાતિજનો માટે નિહાળવાની સુંદર બેઠક વ્યવસ્થા રહેશે.
નવરાત્રી મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે મોઢવણિક જ્ઞાતિના અગ્રણીઓ અમિતભાઈ, કે. પટેલ, અમિતભાઈ આર પટેલ, આશિષભાઈ પટેલ, હેમલભાઈ મોદી, અજયભાઈ ગઢીયા, નીરજભાઈ મહેતા, કૌશિકભાઈ કલ્યાણી, યશભાઈ રાઠોડ, દીપુભાઈ શાહ, કરશનજી કમળશી ભાડલિયા પરિવાર, મધુબેન મારવાડી, ધર્મેશભાઈ જીવાણી, ધર્મેન્દ્રભાઈ મહેતા, મુકેશભાઈ દોશી, હિરેનભાઈ મહેતા સહિતના ઉપસ્થિત રહી જ્ઞાતિજનોનો ઉત્સાહ વધારશે.
માત્ર મોઢવાણિક જ્ઞાતિજનો માટે રહેલા આ રાસોત્સવમાં સર્વ મોઢવણિક જ્ઞાતિજનો અને ખેલૈયાઓને ઉમટી પડવા રાજકોટ મોઢવણિક મહાજનની સમગ્ર ટીમ ઉપરાંત જ્ઞાતિ અગ્રણીઓ ધર્મેશ શેઠ (મોઢવણિક સમાજ), કેતન મેસ્વાણી (મોઢવણિક યુવા ગ્રુપ), પ્રનંદ કલ્યાણી( મોઢવણિક મીત્ર મંડળ), ગીતાબેન પટેલ(મોઢવણિક સત્સંગ મંડળ), પ્રતિમા બેન પારેખ ( મોઢવણિક મહિલા મંડળ), શ્રેયાન્સ મહેતા ( માતંગી પાટોત્સવ સમિતિ) દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે રાજકોટ મોઢવણિક મહાજનના પ્રમુખ ભાગ્યેશ વોરા, મેને. ટ્રસ્ટી કિરેન છાપિયાના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી સુનિલ વોરા, અશ્ર્વિન વડોદરિયા, કેતન પારેખ, નીતિન વોરા, જગદીશ વડોદરિયા, સંજય મણીયાર, ધર્મેશ વોરા, ઈલેશ પારેખ, તેમજ આ નવરાત્રી પ્રોજેક્ટ ટીમના ઇન્ચાર્જ પિયુષભાઈ પટેલ, કેતનભાઇ બોઘાણી, અતુલભાઈ વોરા,નિતીન મણીયાર, સાવન ભાડલિયા, રાજદીપ શાહ, સંદીપ પટેલ, કમલેશ પારેખ, કેતન મેસવાણી,
Read About Weather here
શ્રેયાંશ મહેતા, અતુલ પારેખ, યોગેશ પારેખ, મુકેશ પારેખ, સુનિલ બખાઈ, દિપક કલ્યાણી, ધીરૂભાઈ મહેતા, ચેતન મહેતા, ગોપાલ વોરા, જીગ્નેશ મેસ્વાણી, પ્રતિમાબેન પારેખ, ગીતાબેન પટેલ, નીતાબેન પારેખ, છાયાબેન વાજરીયા, કાકુ મહેતા, મેહુલ વોરા, મિલન વોરા, સંજય મહેતા, યતીન ધ્રાફાણી, હેમાંગ કલ્યાણી, પ્રશાંત ગાંગડીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here