મોદી માર્ચમાં 40 દેશના વિદેશ મંત્રીને મળશે…!

મોદી માર્ચમાં 40 દેશના વિદેશ મંત્રીને મળશે…!
મોદી માર્ચમાં 40 દેશના વિદેશ મંત્રીને મળશે…!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચના પહેલા સપ્તાહમાં 40 દેશના વિદેશ મંત્રીઓ સાથે એક બેઠક યોજશે. જી-20 અને રાયસીના સંવાદના બેનર હેઠળ યોજાનારી આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ કેન્દ્રસ્થાને રહેશે. જોકે, યુક્રેન આ બેઠકમાં ભાગ નહીં લે, પરંતુ રશિયાના બહાને આ મુદ્દે ચર્ચા થશે. એવું કહેવાય છે કે, આ બેઠકમાં ભારત યુદ્ધ સમાપ્ત કરવાની ફોર્મ્યુલા રજૂ કરીને મોટી પહેલ કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારત, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, તૂર્કિયે, અમેરિકા અને યુરોપિયન યુનિયન પણ ભાગ લેશે. બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ્સ, નાઇજિરિયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને યુએઇ જેવા મિત્ર દેશોને પણ આમંત્રણ છે. તેમાં લગભગ તમામ દેશના વિદેશ મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરશે.

Read Saurashtra Kranti E-Paper here

જી-20 મુખ્યત્વે આર્થિક વિકાસને ગતિ આપવા માટેનું મંચ છે, પરંતુ રશિયા પર લાગેલા પ્રતિબંધો અને ભારત જેવા દેશો દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મુદ્દે પણ રાજકીય ચર્ચા થઇ શકે છે. આ બેઠકમાં સપ્ટેમ્બરમાં યોજાઇ રહેલા શિખર સંમેલનનો એજન્ડા તૈયાર થશે. અધ્યક્ષ તરીકે ભારત જ તે એજન્ડા નક્કી કરશે. જી-20ની 190 બેઠક નક્કી થઇ છે, જે ભારતના 50 શહેરમાં યોજાશે.દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલોમાં એક હજારથી વધુ રૂમ બુક કરાયા છે, જેમાં કેટલાક પ્રોટોકોલ હેઠળ સરકારે તો કેટલાક વિવિધ દેશોએ બુક કર્યા છે. આ ઉપરાંત 100થી વધુ બુલેટપ્રૂફ કારની પણ વ્યવસ્થા કરાઇ છે. બાકીની કાર અલગ. સપ્ટેમ્બરમાં યોજાનારી શિખર બેઠકમાં આ સંખ્યા બમણી થઇ જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here