મહિલાને જીવતી જ ગળી ગયો અજગર

મહિલાને જીવતી જ ગળી અજગર
મહિલાને જીવતી જ ગળી અજગર

ઈન્ડોનેશિયામાં એક જીવતી મહિલાને 16 ફૂટ લાંબો અજગર ગળી ગયો

ઈન્ડોનેશિયાથી એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહિં એક જીવતી મહિલાને 16 ફૂટ લાંબો અજગર ગળી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દક્ષિણ સુલાવેસી પ્રાંતના કલેમપાંગ ગામમાં રહેતી ચાર બાળકોની માતા ફરીદા ગુરૂવારે ખોવાઇ ગઇ હતી અને ઘર પાછી આવી ન હતી, જે બાદ તેના પતિ અને અન્ય ગ્રામજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

શોધખોળ કરતી વખતે મહિલાના પતિને તેની અમુક વસ્તુઓ મળતાં સૌને કોઇ અનિચ્છનિય ઘટના ઘટી હોવાની શંકા થઇ હતી. દરમિયાન ગ્રામજનોએ વધુ શોધખોળ કરતાં એક ફૂલેલા પેટવાળો 16 ફૂટ લાંબો અજગર દેખાયો હતો, જેના પર ગ્રામજનોની શંકા જતાં તેમણે અજગરનું પેટ ચીરવા અંગે વિચાર્યું.

જ્યારે એનો પેટ ચિરવાનું શરૂ કર્યું ત્યારે 45 વર્ષીય ફરિદાનો માથું દેખાવા લાગ્યું હતું. જે જોતા સૌ આઘાત પામ્યા હતા પછી સૌએ મળીને અજગરના પેટમાંથી મહિલાનું મૃત શરીર બહાર કાઢ્યું હતું. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઇ છે.