ભારતે રશિયા પાસેથી 5 વર્ષમાં 1 લાખ કરોડના હથિયાર ખરીદ્યા…!

ભારતે રશિયા પાસેથી 5 વર્ષમાં 1 લાખ કરોડના હથિયાર ખરીદ્યા…!
ભારતે રશિયા પાસેથી 5 વર્ષમાં 1 લાખ કરોડના હથિયાર ખરીદ્યા…!
 ભારત  રશિયા પાસેથી હશિયાર ખરીદવાના મામલે સમગ્ર દુનિયામાં પ્રથમ નંબરે છે. આ દાવો રશિયાની સરકારી એજન્સીએ કર્યો છે.એજન્સી મુજબ, છેલ્લા 5 વર્ષમાં રશિયાએ લગભગ 13 બિલિયન ડોલર એટલે કે 1 લાખ કરોડ રુપિયાના હશિયાર ભારતને સપ્લાય કર્યા છે. આ સમયગાળા દરમિયાન ભારતે રશિયા પાસે 10 બિલિયન ડોલરના હથિયાર માંગ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ભારત એકલા રશિયા પાસેથી 20 ટકા હથિયાર ખરીદી રહ્યું છે. યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોની પણ બંને દેશોમાં હથિયારોની ખરીદી પર કોઈ અસર થઈ નથી.મિલિટરી ટેકનિકલ કોર્પોરેશન માટે રશિયાની ફેડરલ સર્વિસના વડા દિમિત્રી શુગાયવે જણાવ્યું કે ભારત સિવાય ચીન અને દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશોએ રશિયા પાસેથી હથિયાર ખરીદવામાં પોતાનો રસ ઓછો કર્યો નથી.

Read About Weather here

પશ્ચિમી દેશો ભારત પર રશિયા પાસેથી તેલ અને હથિયાર ન ખરીદવા માટે દબાણ કરતા રહે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં દેશના વિદેશ મંત્રી એસ જયશંકર ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. ત્યારે જ ઓસ્ટ્રેલિયન પત્રકાર તેમની પાસેથી શસ્ત્રો ખરીદવા માટે રશિયા પર નિર્ભરતા ઘટાડવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના પર વિદેશ મંત્રીએ જોરદાર જવાબ આપ્યો હતો.તેમણે કહ્યું કે ભારતે અને રશિયા વચ્ચે વર્ષોની ભાગીદારી છે. ભારત કોઈના દબાણનાં આવીને નહીં, પણ પોતાના હિતોને જોતા નિર્ણય લેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here