ભારતના વિશ્ર્વસ્તરના કુસ્તી બાજોના દિલ્હીમાં ધરણા અને જોરદાર પ્રદર્શન

ભારતના વિશ્ર્વસ્તરના કુસ્તી બાજોના દિલ્હીમાં ધરણા અને જોરદાર પ્રદર્શન
ભારતના વિશ્ર્વસ્તરના કુસ્તી બાજોના દિલ્હીમાં ધરણા અને જોરદાર પ્રદર્શન
મહિલા કુસ્તીબાજોના જાતિય શોષણ અને પારાવાર સત્તામણીના મુદ્દા પર ગઈકાલથી ભારતના ટોચના મહિલા અને પુરૂષ કુસ્તીબાજો રાજધાની નવી દિલ્હીમાં જંતરમંતર પર ધરણા અને પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય કુસ્તીબાજ મહાસંઘના ચેરમેન બ્રિજભૂષણ શરણસિંહ સામે અનેક મહિલા કુસ્તીબાજોએ જાતિય શોષણ અને સતામણીનો આરોપ મુક્તા ખળભળાટ મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

સરકારે આ મામલાનો 72 કલાકમાં ઉકેલ લાવવાની ખાતરી આપી હોવા છતાં આજે સતત બીજા દિવસે ચાલુ રહેલા ધરણામાં મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયા અને મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટે સતત ધરણા ચાલુ રાખ્યા હતા.આજે તમામ ટોચની ઓલિમ્પિક અને વિશ્વ કક્ષાની મહિલા કુસ્તીબાજો બબીતા ફોગટ, સાક્ષી મલિક, વિનેશ ફોગટ, બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજોએ એમની સતામણીના વિરોધમાં સખ્ત દેખાવ અને ધરણા શરૂ રાખ્યા છે. ભીંસમાં મુકાયેલા કુસ્તી મહાસંઘના ચેરમેન બ્રિજ ભૂષણે કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુર સાથે વાતચીત કરી હતી અને પોતાના પર થયેલા આક્ષેપો નકારી કાઢ્યા હતા. ચેરમેને એવો પડકાર કર્યો હતો કે, જો એકપણ આક્ષેપ પુરવાર થાય તો ફાંસીએ ચડી જવા તૈયાર છું. કુસ્તીબાજોના ધરણાને પગલે ભારતીય કુસ્તી જગતમાં ભારે હલચલ મચી ગઈ છે. છેક સરકાર સુધી તેના પડઘા પડ્યા છે.

Read About Weather here

આજે ધરણામાં જોડાયેલી બબીતા ફોગટે મીડિયાને જણાવ્યું હતું કે, અહીં આખા ભારતની કુસ્તીની આલમ ભેગી થઇ છે. જ્યાં સુધી આ સમસ્યાનો હલ નહીં આવે ત્યાં સુધી અમે ધરણા ચાલુ રાખશું. મારો આ લડતમાં પુરેપુરો સહકાર છે. છેલ્લા બે દિવસથી કુસ્તીબાજોએ શરૂ કરેલા ધરણાને ફરી એકવખત ભારતીય ખેલ જગતમાં ઘર કરી ગયેલી મહિલા રમતવીરોના જાતિય શોષણની સમસ્યાનો મુદ્દો ઉભરીને સામે આવ્યો છે. આંદોલનકારી કુસ્તીબાજોએ કુસ્તી મહાસંઘના ચેરમેન અને કોચને તાત્કાલિક પદ પરથી હટાવી દેવા માંગણી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here