ભાતીગળ તરણેતરિયા મેળાનો આજથી આરંભ…

ભાતીગળ તરણેતરિયા મેળાનો આજથી આરંભ...
ભાતીગળ તરણેતરિયા મેળાનો આજથી આરંભ...

તરણેતર મેળાની ઓળખ ભાતીગળ છત્રી: ઝાલાવાડના પાંચાળ પંથકમાં આજથી તા. 30 ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર દરમિયાન 4 દિવસ મેળો યોજાશે

મેળા દરમિયાન  વિવિધ ગ્રામીણ ઓલિમ્પિક હરીફાઈ  યોજાશે, વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવશે

તા. 1 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહી ત્રિનેત્રેશ્વર મહાદેવજીનું પૂજન કરશે , કોરોતાની મહામારીમાં સતત 2વર્ષ મેળો તહીં યોજાયા બાદ આ વર્ષે લોકોમાં મેળો માણવા ઉત્સાહ બેવડાયો

સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પંથકમાં આવેલા તરણેતર ગામ ખાતે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ બીરાજમાન છે. વર્ષોથી મહાદેવજીના સાંનિધ્યમાં લોકમેળો યોજાય છે. ભાદરવા સુદ પાંચમના દિવસે મંદિરમાં આવેલા કુંડમાં ગંગાજી પ્રગટ થતા હોવાની લોકવાયકાથી કુંડમાં સ્નાન કરવાનું ભારે મહત્વ છે.

ભાતીગળ તરણેતરિયા મેળાનો આજથી આરંભ... આજથી
ભાતીગળ તરણેતરિયા મેળાનો આજથી આરંભ…
કોરોનાના 2 વર્ષ મેળો યોજાયો ન હતો. ત્યારે આ વર્ષે વહીવટી તંત્રે મેળાનું આયોજન કર્યું છે. આજથી તા. 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર એમ 4 દિવસ યોજાતા આ લોકમેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે અને મેળાની મોજ માણશે.

Visit Saurashtra Kranti Homepage here

“કંકુવરણી ભોમકા સરવો સાલે માળ, નટ પટાધર નીપજે, ભાં દેવકો પાંચાળ”

 સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં આવેલ થાન તાલુકાના તરણેતર ગામે આજથી તરણેતર મેળાનો શુભારંભ થઈ રહ્યો છે. કોરોનાના 2 વર્ષ બાદ આજથી યોજાતા લોકમેળામાં માનવ મેદની મેળો માણવા અને ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા તથ કુંડમાં સ્નાન કરવા ઉમટી પડનાર છે.

સ્કંધ પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી શિવલિંગ ઉપર 1001 કમળ અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો. પરંતુ શિવલિંગ ઉપર કમળ અર્પણ કરતા જણાવ્યું છે કે, 1 કમળ ખુટે છે. ત્યારે તેઓએ પોતાનું શિવલીંગને અર્પણ કર્યું હતું. ત્યારથી શિવજી ત્રિનેત્રેશ્વર પણ કહેવાય છે.

તરણેતરમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજથી છઠ્ઠ સુધી લોકમેળો ભરાયો છે. તરણેતરના મેળા તરીકે આ મેળો જગવિખ્યાત છે. તેમાં ગુજરાત, ભારત ઉપરાંત વિદેશથી પણ સહેલાણીઓ આવે છે. ત્યારે કોરોનાના લીધે છેલ્લા 2 વર્ષ મેળો ભરાયો ન હતો. ત્યારે આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા તરણેતરના મેળાનું આયોજન કરાયું છે.

ભાતીગળ તરણેતરિયા મેળાનો આજથી આરંભ... આજથી
ભાતીગળ તરણેતરિયા મેળાનો આજથી આરંભ…

આજથી તા.30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન એમ ચાર દિવસ તરણેતરિયો મેળો યોજાશે. મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક સહિતનો રમતો, રાત્રે ભજન ડાયરામાં નામી-અનામી કલાકારો લોકો સાહિત્ય રજુ કરશે. જ્યારે મેળામાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ મેળાનો આનંદ માણશે. તરણેતરના મેળા દરમિયાન તા. 1 નેગુરૂવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. જિ. વહીવટી તંત્ર તૈયારીઓ કરી રહ્યું  છે. પોલીસ વિભાગ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


તરણેતરના મેળા દરમિયાન યોજાનાર કાર્યક્રમ પ્રમાણે:

આજથી તા.30 ઓગસ્ટને મંગળવારે સવારે રાજ્યના કેબીનેટ મંત્રી  કિરીટસિંહ રાણા , પશુપાલન મંત્રી  દેવાભાઈ માલમ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરશે. ત્યારબાદ ગ્રામીણ રમતોત્સવ અને વિવિધ સ્ટોલ ખુલ્લા મુકાશે. તા. ૩૧ ઓગસ્ટને બુધવારે પાળીયાદના વીમાસણ બાપુની જગ્યાના મહંત નીર્મળાબાના હસ્તે બાવન ગજની ધજા ત્રિનેત્રેશ્વર મહાદેવને ચડાવાશે.

તા. 1 સપ્ટેમ્બરને ગુરૂવારે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી  હર્ષ  સંઘવી સહિતનાઓ ગુજરાત પ્રવાસન નિગમ લી.ના તોરણ ટુરીસ્ટ વિલેજની મુલાકાત લેશે. મેળામાં રસ્સા ખેંચ, કુસ્તી, પરંપરાગત રાસ-હુડો, વેશભુષા હરીફાઈ, છત્રી  હરીફાઈ, પાવા હરીફાઈ નીહાળશે અને ઈનામ વિતરણ કરશે. સાજે ગંગા આરતી કરાશે તા. 2 સપ્ટેમ્બરને શુક્રવારે સવારે 7  કલાકે ગંગા વિદાય આરતી કરાશે.


તરણેતર મેળાનો સમગ્ર વિસ્તાર નો ડ્રોન ઝોન જાહેર

મેળામાં ગુજરાત તથા ભારતના અન્ય રાજયોના અને વિદેશથી લોકો મેળો માણવા આ છે. આ ઉપરાંત રાજયના મુખ્યમંત્રી તથા બીજ સુરક્ષા કેટેગરી ધરાવતા મહાનુભવો આવનાર હોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા મહાનુભવોની સુરક્ષાને ધ્યાને લઈ સમગ્ર મેળાના વિસ્તારને નો ડ્રોન ઝોન જાહેર કરાયો છે.


મેળાને અનુલક્ષીને થાનમાં ભારે વાહન  પર પ્રતિબંધ ફરમાવાયો

તરણેતરના મેળામાં જવા માટે થાન શહેરમાંથી 2 રૂટ છે, જેમાં એક રૂટ પર ઓવરબ્રીજ બનતો હોઈ હાલ ફકત બુદ્ધવિહાર પાસે ધોળેશ્વર ફાટકવાળો જ રૂટ ચાલુ છે. આ સ્થળે સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક રહે છે. ત્યારે મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને લઈ આજથી ર સપ્ટેમ્બર સુધી થાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે.

Read About Weather here


કુંડમાં સ્નાન માટે દિશા નક્કી કરી

તરણેતરના મેળા દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં ગંગાજી પ્રગટ થતાં હોવાની લોકવાયકા છે. આથી આ કુંડમાં સ્નાન કરવાનું ભારે મહત્વ રહેલું છે.

ભાતીગળ તરણેતરિયા મેળાનો આજથી આરંભ... આજથી

લોકમેળા દરમિયાન કુંડમાં સ્નાન કરવા માટે બહોળી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય પુરુષોને દક્ષિણ તરફના દ્વારથી અને સ્ત્રીઓને ઉત્તર તરફના દ્વારથી પ્રવેશ આપવાની તંત્રે વ્યવસ્થા કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here