દારૂબંધીવાળા બિહારમાં રવિવારે નશામાં એક ડ્રાઈવરે 30 લોકોને કચડી નાખ્યા હતા. એમાં 15 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં 6 બાળકનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો પીપળાના ઝાડ નીચે ઊભા રહીને પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન 120ની પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે તમામને કચડી નાખ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ અકસ્માત રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ સુલતાનપુર ગામ પાસે થયો હતો. મૃત્યુ પામેલા તમામ લોકોની ઉંમર 20 વર્ષથી ઓછી છે. અકસ્માત બાદ ગેસ કટર વડે ટ્રકને કાપીને મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મોટા ભાગનાં બાળકો ટ્રક અને ઝાડ વચ્ચે ફસાઈ ગયાં હતાં. ગ્રામીણ મનોજ રાયે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે રસ્તાની બાજુમાં એક મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યાં 50-60 વર્ષથી પૂજા થાય છે. દારૂના નશામાં ધૂત ટ્રક-ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અકસ્માતમાં 8 વર્ષની અનુષ્કાનું પણ મોત થયું હતું. અનુષ્કાના દાદા રાજકુમારે જણાવ્યું હતું કે બાબા ભુઈયાની પૂજા પહેલાં નેઉતનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ગામના લોકો રસ્તાની બાજુમાં પીપળના ઝાડ પાસે ઊભા હતા, જેમાં બાળકો, વડીલો, મહિલાઓ બધાં જોડાયાં હતાં. પૂજા 5.30 વાગ્યે શરૂ થઈ. 9 વાગે લગભગ પૂરી થવાની હતી. ત્યારે ટ્રકે આવીને અહીં ઊભેલા લોકોને કચડી નાખ્યા હતા. મારી નજર સામે પૌત્રી મોતને ભેટી હતી.
Read About Weather here
પીએમ મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. બીજી તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે તેમજ ઘાયલો માટે સારવારની સૂચનાઓ આપી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here