ઝારખંડના ધનબાદમાં જોડા ફાટક સ્થિત 10 માળના આશીર્વાદ ટ્વિન ટાવરમાં મંગળવારે સાંજે ભીષણ આગ લાગી હતી. મંગળવારે સાંજે 6.30 કલાકે ત્રીજા માળે આગ લાગી હતી.
Visit Saurashtra Kranti Homepage here
થોડી જ વારમાં તે એક ફ્લેટથી બીજા ફ્લેટમાં અને પછી 5 માળ સુધી ફેલાઈ ગઈ. આગની જ્વાળાઓ એટલી પ્રબળ હતી કે સળગી જવાને કારણે મૃતદેહો ઓળખી શકાય તેમ નથી. કેટલાક મૃતદેહો એકબીજા સાથે ચોંટેલા છે. મૃતકોમાં 10 મહિલાઓ, ત્રણ બાળકો અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે.સત્તાવાર રીતે 10 મોતની પુષ્ટિ કરવામાં આવી છે. 24થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગનું કારણ ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ હોવાનું કહેવાય છે. 20થી વધુ ફાયર બ્રિગેડ આગ ઓલવવામાં લાગેલા છે.
Read About Weather here
આશીર્વાદ ટાવરમાં 10 ફ્લોર છે. આગ પાંચમાં માળ(2,3,4 અને 5) સુધી ફેલાઈ ગઈ છે. હજુ સુધી આગ પર કાબૂ નથી મળી શક્યો. આગ એક પછી એક ઘરમાં ફેલાઈ રહી છે. 20થી વધુ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવી રહ્યા છે. મોટી સંખ્યામાં રેસ્ક્યુ ટીમ અને પોલીસ ફોર્સ ઓપરેશનમાં લાગેલી છે. એપાર્ટમેન્ટના તમામ ઘર ખાલી કરાવવામાં આવ્યા છે. આગ એટલી ગંભીર છે કે કેટલાક બચાવકર્મીઓ પણ દાઝી ગયા છે. લોકોને બચાવતી વખતે બેંક મોઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીકે સિંહ પણ દાઝી ગયા હતા. તેમને સારવાર માટે સ્થાનિક નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here