બાપ રે… ગુજરાતમાં ‘કન્જેક્ટિવાઇટિસ’ના રોજના 1 હજારથી વધુ કેસ!

બાપ રે... ગુજરાતમાં 'કન્જેક્ટિવાઇટિસ'ના રોજના 1 હજારથી વધુ કેસ!
બાપ રે... ગુજરાતમાં 'કન્જેક્ટિવાઇટિસ'ના રોજના 1 હજારથી વધુ કેસ!
રાજ્યમાં કન્ઝેકટિવાઈટીસના કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટરે નિવેદન આપી આ મામલે જાગૃતિ દાખવવા અને સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો છે.રાજ્યમાં આંખના રોગ કન્ઝેકટિવાઈટીસના કેસોમાં  ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરેક જિલ્લામાં કન્ઝેકટિવાઈટીસના કેસમાં વધારો નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ મામલે આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર નિલમ પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમા કન્ઝેકટિવાઈટીસ રોગો દેખાતા લોકોની મુશ્કેલી વધી છે. હાલ ઘણા જિલ્લા મથકે 1000 કરતા વધુ કેસો નોંધાઇ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદ મનપા, ભાવનગર મનપા સહિતના મોટા શહેરોમા આંખના આ રોગના કેસો વધુ જોવા  મળી રહ્યા છે. ઉપરા અમરેલી, વડોદરા, ભરુચ, મહેસાણામાં પણ અનેક લોકો આ રોગની ઝપટે ચડી રહ્યા છે. જેને લઈને ઉચ્ચકક્ષાએથી તમામ અધિકારીઓને સુચના આપવામાં આવી છે અને રોગથી બચવા ખાસ આગમચેતી અંગે પગલાં કેવા જણાવાયું છે.આ એક  ચેપી પ્રકારનો રોગ હોવાથી સ્વચ્છતા જરુર છે. જેથી આ દિશામાં કાર્યવાહી કરવા જણાવાયું છે.

Read About Weather here


રોગના લક્ષણની જો વાત કરવામાં આવે તો આ રોગમાં આખોમાંથી સતત પાણી પડે છે. ઉપરાંત આંખો લાલ કે ગુલાબી દેખાવા લાગે છે. તેમજ આંખોમાં સખત બળતરા અને ખંજવાળ આવવા લાગે છે. વધુમાં અતિશય આંસુ પણ વહેવા માંડે છે અને આંખોમાં સતત ખૂંચવું અને આંખોમાં સોજો આવવો સહિતના આ પ્રકારના રોગના લક્ષણો છે જેની સામે સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત આવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો પણ આવશ્યક બાબત છે.આવા લોકોએ ભીડ વાળી જગ્યાઓ પર ન જવુ જોઈએ. વધુમાં બાળકોમાં જો આ રોગ દેખા દે તો વાલીઓએ બાળકોને સ્કુલમાં ન મોકલવા જોઈએ. તે જ રીતે સાબુથી સતત હાથ ધોતાં રહેવા માટે પણ અપિલ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here