ફેબ્રુઆરીમાં ગરમીનો 146 વર્ષનો રેકોર્ડ તોડ્યો…!

ફેબ્રુઆરીમાં ગરમીનો 146 વર્ષનો રેકોર્ડ તોડ્યો…!
ફેબ્રુઆરીમાં ગરમીનો 146 વર્ષનો રેકોર્ડ તોડ્યો…!
ફેબ્રુઆરી 2023માં દેશમાં દિવસનું સરેરાશ તાપમાન 29.54 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય (27.8 ડિગ્રી) તાપમાનથી 1.74 ડિગ્રી વધુ છે. આ વર્ષનો ફેબ્રુઆરી મહિનો વર્ષ 1877થી અત્યાર સુધીનો સૌથી ગરમ રહ્યો. હવે માર્ચમાં ગરમીનો નવો રેકોર્ડ નોંધાઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વર્ષનો ફેબ્રુઆરી મહિનો વર્ષ 1877થી અત્યાર સુધીનો સૌથી ગરમ રહ્યો. હવે માર્ચમાં ગરમીનો નવો રેકોર્ડ નોંધાઇ શકે છે. આ પહેલાં 2016માં ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન 29.48 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના વિજ્ઞાની એસ.સી. ભાણે કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં ઓછો વરસાદ, સ્વચ્છ આકાશ અને એન્ટિ સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા તાપમાનમાં વધારો નોંધાયો છે.

હવામાન વિભાગના મતે, 1901થી અત્યાર સુધી ફેબ્રુઆરી 2023નું મહત્તમ (દિવસનું) તાપમાન સૌથી વધુ પહેલા ક્રમે રહ્યું, જ્યારે લઘુતમ (રાત્રિનું) તાપમાન પાંચમા ક્રમે છે. મધ્ય ભારતમાં માર્ચમાં જ હિટવેવ શરૂ થઇ ગયો છે. જોકે, ઉત્તરના પહાડી, મેદાની અને પશ્ચિમ-પૂર્વનાં રાજ્યોમાં માર્ચમાં ઓછો હિટવેવ રહેશે, પરંતુ એપ્રિલ-મે મહિનામાં વધી જશે. દક્ષિણ ભારતનાં રાજ્યોને છોડીને બાકીનાં સ્થળોએ તાપમાન વધુ રહેશે.

ફેબ્રુઆરીમાં ઉત્તર પશ્ચિમ ભારત (રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી. પશ્ચિમ ઉ.પ્રદેશ)માં દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન 3.40 ડિગ્રી વધુ એટલે કે 24.86 ડિગ્રી નોંધાયું હતું. અગાઉ 1960માં આ આંકડો 24.55 ડિગ્રીએ પહોંચ્યો હતો.મધ્યભારત (મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાતનો કેટલોક હિસ્સો) માટે આ ઇતિહાસનો સૌથી ગરમ ફેબ્રુઆરી રહ્યો. આ વર્ષે અહીં ફેબ્રુઆરીનું સરેરાશ મહત્તમ તાપમાન 31.93 ડિગ્રી રહ્યું. 2006માં તે 32.13 ડિગ્રી નોંધાયું હતું.

Read About Weather here

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માર્ચથી મે વચ્ચે સંભવિત લૂ માટે એડવાઇઝરી જારી કરી છે. હવામાન વિભાગે 2023માં ઉનાળાની પહેલી એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં શું કરવું અને ના કરવું તે પણ જણાવાયું છે. તે પ્રમાણે, જરૂરી ના હોય તો બપોરે 12થી ત્રણ વચ્ચે ઘરમાંથી બહાર ના નીકળવું. બાળકોને પાર્ક કરેલી કારમાં છોડીને ના જવું. ગયા વર્ષે માર્ચમાં ગરમીએ 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. તેને જોતા સાવધ રહેવું જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here