ફરી એકવાર પશ્વિમ બંગાળમાં ભયંકર બોમ્બ વિસ્ફોટ થયો -જાણો સમગ્ર મામલો

ફરી એકવાર પશ્વિમ બંગાળમાં ભયંકર બોમ્બ વિસ્ફોટ થયો -જાણો સમગ્ર મામલો
ફરી એકવાર પશ્વિમ બંગાળમાં ભયંકર બોમ્બ વિસ્ફોટ થયો -જાણો સમગ્ર મામલો

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા જ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના ભાંગરમાં બૉમ્બ બ્લાસ્ટ થયો છે, મળતી માહિતી મુજબ જે જગ્યાએ બ્લાસ્ટ થયો ત્યાં ગેરકાયદે બોમ્બ બનાવવાનું કામ ધમધમતું હતું

આજે લોકસભા ચૂંટણી 2024ને લઈ મત ગણતરી હાથ ધરાઇ રહી છે.ત્યારે બીજી તરફ મતગણતરી પહેલા પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના ભાંગરમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં 5 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોમાં ISF પંચાયતના એક નેતા પણ સામેલ છે. પોલીસ સૂત્રોના જણાવ્ય મુજબ કોસીપોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ચાલતાબેરિયામાં સોમવારે રાત્રે આ બોમ્બ વિસ્ફોટ થયો હતો.

બૉમ્બ બ્લાસ્ટ થતાં જેલોકો ઘાયલ થયા છે જતે ઇજાગ્રસ્તિઓને શરૂઆતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ તેમની સ્થિતિ વધુ કથળતાં તેમને કોલકાતાની SSKM હોસ્પિટલમાં રિફર કરાયા હતા.જેના પગલે ત્યાં કોલકાતા પોલીસ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી છે.તેમજ આ મામલે પોલીસે તપાસ અંગે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.તેમજ પોલીસના જણાવ્યા મુજબ આ પહેલા પણ જાદવપુર મતવિસ્તારના ભાંગરમાં 1 જૂને મતદાન દરમિયાન પણ હિંસા થઈ હતી.