ઉત્તર પ્રદેશના નોઈડામાં દેશની પ્રથમ પોડ ટેક્સી સેવા ટૂંક સમયમાં શરૂ થશે. એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ઓથોરિટી (YEIDA) એ આ પ્રોજેક્ટ અને ભારતની પ્રથમ પોડ ટેક્સી માટે બિડને મંજૂરી આપી છે. YEIDAએ કેન્દ્ર સરકારની એજન્સી ઈન્ડિયન પોર્ટ રેલ અને રોપવે કોર્પોરેશન લિમિટેડ (IPRRC) સાથે વાતચીત કર્યા પછી આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 810 કરોડ રૂપિયા છે. પોડ ટેક્સી નોઈડાના જેવર એરપોર્ટને ફિલ્મ સિટી સાથે જોડશે. પ્રારંભિક અંદાજ મુજબ, દરરોજ લગભગ 37,000 લોકો પોડ ટેક્સીઓ દ્વારા મુસાફરી કરી શકશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે યમુના ઓથોરિટી તેનો રિપોર્ટ ઉત્તર પ્રદેશ સરકારને મોકલશે. મંજૂરી મળ્યા બાદ પોડ ટેક્સી પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવશે. એવી અપેક્ષા છે કે આ પ્રોજેક્ટ વર્ષ 2024 ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.
Read About Weather here
હાલના પ્રોજેક્ટ મુજબ, 14.6 કિમીના રૂટમાં પોડ ટેક્સી-સેવા માટે 12 સ્ટેશન હશે. ફિલ્મ સિટી, હેન્ડીક્રાફ્ટ પાર્ક, સેક્ટર 29, સેક્ટર 32-33, MSME પાર્ક, એપેરલ પાર્ક, ટોય પાર્ક અને અન્ય સ્થળો આ સ્ટેશનોની યાદીમાં સામેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here