કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી દ્રારા લીગલ ફ્રેમ વર્ક જાહેર થશે
દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે સરકાર દરેક પ્રકારના શકય પ્રયાસ કરી રહી છે અને પગલાં જાહેર કરી રહી છે અને ખાસ કરીને દેશના નાના-મોટા વેપારીઓને તેમજ બિઝનેસ જગતને વધુ સહાયતા અને સુવિધા આપવાની કેન્દ્ર સરકારની નીતિ છે અને આગામી કેન્દ્રીય બજેટમાં પણ તેનો પડઘો પડવાનો છે.
Visit Saurashtra Kranti Homepage here
હવે કેન્દ્ર સરકાર મોટી રાહત આપવા જઈ રહી છે અને પાનકાર્ડ હવે કોઈપણ બિઝનેસ માટે સિંગલ બિઝનેસ આઈડી તરીકે યુઝ થશે અને તેના માટેની સમગ્ર કાયદાકીય રેખા ઘડવામાં આવી રહી હવાની માહિતી મીડિયાને આપવામાં આવી છે.આગામી કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા પાનકાર્ડ અંગેની આ નવી સુવિધા અંગે કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવશે અને તેના લીગલ ફ્રેમ વર્ક સહિતની પરેખા અંગેની માહિતી આપવામાં આવશે અને તે માટેની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.
આગામી કેન્દ્રીય બજેટમાં આ પ્રકારની ઘણી વ્યાપાર અને ઉધોગને પ્રોત્સાહન આપતી યોજનાઓ અને પગલાંઓ જાહેર થવાના છે નાણામંત્રાલય ના વર્તુળો એ એવો સંકેત પણ આપ્યો છે કે પાનકાર્ડને સિંગલ બિઝનેસ આઈડી તરીકે યુઝ કરવાથી બિઝનેસ કરવામાં ઘણી બધી સરળતા પડી જશે અને આ માટેની અનેક વખત રજૂઆતો સરકારને કરવામાં આવી હતી અને ત્યારબાદ બજેટમાં તેની જાહેરાત કરવામાં આવશે. દરેક પ્રકારના બિઝનેસ માટે મંજૂરી મેળવવા માટે એકમાત્ર પાનકાર્ડ જ સિંગલ આઇડેન્ટિફિકેશન ગળા છે અને ઝડપી પ્રક્રિયા સાથે બિઝનેસ કરવા માગતા સાહસિકોને ઘણો બધો ટેકો મળશે.
Visit Saurashtra Kranti Homepage here
આ બારામાં નાણામંત્રી દ્રારા પાછળના દિવસો દરમિયાન પણ મહત્વની બેઠકો કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી આ બારામાં ચર્ચા મંત્રણા થઈ રહી હતી અને બિઝનેસ જગત દ્રારા પણ કેન્દ્રીય નાણામંત્રી તેમજ સંબંધિત મંત્રાલયો સમક્ષ આ પ્રકારની સુવિધા આપવાની માગણી કરવામાં આવી હતી કારણ કે, કોઈપણ બિઝનેસની મંજૂરી લેવા માટે ઢગલાબધં દસ્તાવેજોની જરૂર પડે છે ત્યારે ફકત એક જ આઈડેન્ટિફિકેશનની સીસ્ટમ રાખવાની માગણી કરવામાં આવી હતી અને બજેટમાં આ માગણી સંતોષવામાં આવશે તેવી પુરેપુરી શકયતા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here