દેશભરમાં ગુરુવારે રિઝર્વ બેન્ક દ્વારા રિટેલ ક્ષેત્ર માટે ડિઝીટલ રૂપિયાનું સફળતાપૂર્વક પાયલોટ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશના કેટલાક પસંદગીના શહેરોમાં ચાર બેન્કો તરફથી 1.71 કરોડ રૂપિયાની ડિઝીટલ મુદ્રાની માંગ થઈ હતી અને લેવડ-દેવડ થઈ હતી. માંગ મુજબ આરબીઆઈ દ્વારા ડીઝીટલ રૂપિયા જાહેર કરાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
મામલા સાથે સંકળાયેલ અધિકારીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં બેન્કો તરફથી વધતી જરૂરિયાતના હિસાબે જાહેર કરવામાં આવતી રકમમાં પણ વધારો જોવા મળશે. જાણકારી મુજબ હાલ સેન્ટ્રલ બેન્ક ડિઝીટલ કરન્સી દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ અને ભુવનેશ્વરમાં લોન્ચ કરાઈ છે.
Read About Weather here
આ પાયલોટ પ્રોજેકટમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, ભારતીય સ્ટેટ બેન્ક, આઈડીએફસી બેન્ક અને યસ બેન્ક સામેલ છે.યુપીઆઈ માટે આપના બેન્ક ખાતામાં પેપર નોટ હોવી જરૂરી છે, જયારે ડિઝીટલ રૂપિયામાં બેન્ક ખાતુ હોવું જરૂરી નથી. આપ સીધા ઈ-વોલેટસમાં ઈ-રૂપિયા મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. તે બ્લોક ચેન પર કામ કરશે. જેથી વ્યક્તિગત વિગત સુરક્ષિત રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here