પંજાબના અમૃતસરમાં દિવસે લૂંટારાઓ પંજાબ નેશનલ બેંકમાં ઘૂસી ગયા અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો. આ ઘટના અમૃતસરના પોશ વિસ્તારોમાંથી એક રાની કા બાગમાં બની હતી. અહીં બપોરે બે લૂંટારુઓ સ્કૂટી પર પંજાબ નેશનલ બેંકની બહાર પહોંચ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
પોલીસના જણાવ્યા અનુસાર, એક લૂંટારો બહાર ઊભો રહ્યો હતો. જ્યારે અન્ય નકાબધારી શખ્સ બેંકની અંદર ગયો હતો. તેણે પીળા રંગની ટી-શર્ટ અને કેપ પહેરેલી હતી. બેંકની અંદર ઘૂસેલા લૂંટારાએ હાથમાં પિસ્તોલ લીધી હતી. તે સીધો કેશિયરની બારીની બહાર ગયો અને ત્યાં બેઠેલા કર્મચારીને પિસ્તોલ બતાવીને ધમકાવ્યો હતો. 2 લૂંટારુઓ બેંકમાંથી 22 લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના બેંકની અંદર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે.
આ ઘટના અમૃતસરના પોશ વિસ્તારોમાંથી એક રાની કા બાગમાં બની હતી. અહીં બપોરે બે લૂંટારુઓ સ્કૂટી પર પંજાબ નેશનલ બેંકની બહાર પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, એક લૂંટારો બહાર ઊભો રહ્યો હતો. જ્યારે અન્ય નકાબધારી શખ્સ બેંકની અંદર ગયો હતો. તેણે પીળા રંગની ટી-શર્ટ અને કેપ પહેરેલી હતી. બેંકની અંદર ઘૂસેલા લૂંટારાએ હાથમાં પિસ્તોલ લીધી હતી. તે સીધો કેશિયરની બારીની બહાર ગયો અને ત્યાં બેઠેલા કર્મચારીને પિસ્તોલ બતાવીને ધમકાવ્યો હતો.
Read About Weather here
આ પછી, તેણે કેશિયરને સફેદ રંગની બેગ આપી અને તમામ રોકડ મૂકવા કહ્યું. તે સમયે લગભગ 22 લાખ રૂપિયા રોકડ બારી પાસે રાખવામાં આવ્યા હતા. કેશિયરે બધા રૂપિયા બેગમાં મૂક્યા. જે લૂંટારો લઈને ભાગી ગયો. જ્યાં સુધી માસ્ક પહેરેલ લૂંટારો બેંકની અંદર રહ્યો ત્યાં સુધી તેણે તેની પિસ્તોલ હવામાં ફાયર કરી અને બેંક કર્મચારીઓ અને અન્ય લોકોને ગોળી મારી દેવાની ધમકી આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here