દક્ષિણ પશ્ચિમ યુએસ રાજ્ય ન્યુ મેક્સિકોમાં સોમવારે સામૂહિક ગોળીબારની ઘટનામાં ત્રણ લોકો માર્યા ગયા, જ્યારે બે પોલીસકર્મીઓ સહિત નવ લોકો ઘાયલ થયા. આ ઘટનાને 18 વર્ષના હુમલાખોરે અંજામ આપી હતી. પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો ગયો હતો. ગોળીબારની ઘટના ફાર્મિંગ્ટનમાં બની હતી, જ્યાં લગભગ 50 હજાર લોકો રહે છે.
Visit Saurashtra Kranti Homepage here
સાત ઘાયલોને અહીંના સાન જુઆન રિજનલ મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ફાર્મિંગ્ટન પોલીસ અધિકારી અને રાજ્ય પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે. ફાર્મિંગ્ટન પોલીસના ડેપ્યુટી ચીફ બેરિક ક્રમે જણાવ્યું કે બંને અધિકારીઓની હાલત સ્થિર છે.
Read About Weather here
શહેરના પોલીસ વિભાગે હુમલાખોરની ઓળખ જાહેર કરી નહીં, તેમણે હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની સંખ્યાની માહિતી પણ શેર કરી નથી. પોલીસે એ પણ જણાવ્યું નથી કે હુમલા પાછળનું કારણ શું હોઈ શકે અને હુમલાખોરે કયા પ્રકારના હથિયારનો ઉપયોગ કર્યો હતો. જોકે, પોલીસે એ પણ ખાતરી આપી હતી કે આ વિસ્તાર હાલ જોખમની બહાર છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here