ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનમાં ચાર માળની હોસ્ટેલમાં આગ લાગી હતી.આગના સમાચાર મળતાં જ રેસ્ક્યુ ટીમ અને ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
દરમિયાન રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી લોકોને શોધવાનું શરૂ કર્યું હતું. ન્યુઝીલેન્ડ હેરાલ્ડના અહેવાલ મુજબ આગ લગભગ રાતભર ચાલુ રહી જેમાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે. આ દરમિયાન દેશના વડાપ્રધાન ક્રિસ હિપકિન્સે એક કાર્યક્રમમાં જણાવ્યું કે તેમના અનુસાર 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને આંકડો હજુ પણ વધી શકે છે.
Read About Weather here
ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનમાં ચાર માળની લોફર્સ લોજ હોસ્ટેલમાં બપોરે 12:30 વાગ્યે આગ લાગી હતી. લોફર્સ લોજ હોસ્ટેલના ત્રીજા માળે આગ લાગી હતી. ન્યુઝીલેન્ડ હેરાલ્ડના એક અહેવાલ મુજબ અધિકારીઓએ પુષ્ટિ કરી કે ઈમારતમાં કોઈ સ્પ્રિંકલર સિસ્ટમ નથી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકો લાપતા હોવાના અહેવાલ છે. તો બીજી તરફ વેલિંગ્ટન ફાયર અને ઇમરજન્સી ડિસ્ટ્રિક્ટ મેનેજર નિક પ્યાટે જણાવ્યું કે લગભગ 52 લોકો હોસ્ટેલની અંદર ફસાયેલા છે અથવા ગુમ છે. જો કે રેસ્ક્યુ ટીમ હજુ પણ ફસાયેલા લોકોને શોધી રહી છે. તેમણે જણાવ્યું કે અમને રાત્રે લગભગ સાડા બાર વાગ્યે આગની માહિતી મળી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here