નેપાળ અને ઉત્તરાખંડમાં ગત રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે, ભૂકંપના આ આંચકાઓ દરમિયાન કોઈ જાનહાનિ કે માલ મિલકતને નુકસાન પહોચ્યું હોવાના કોઈ અહેવાલ નથી.
Visit Saurashtra Kranti Homepage here
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સ્થાનિક સમય અનુસાર મધ્યરાત્રીના 1 અને 2 વાગ્યાની વચ્ચે નેપાળના બાગલુંગમાં 4.7 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, બુધવારે વહેલી સવારે નેપાળના બાગલુંગ જિલ્લામાં 4.7 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા.
Read About Weather here
નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર પાસેથી મળેલી માહિતી અનુસાર, બાગલુંગ જિલ્લાના અધિકારી ચૌરા પાસે 01:23 (સ્થાનિક સમય) પર 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ સિવાય ભારતના ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મધ્યરાત્રીના 2:19 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આનાથી કોઈ નુકસાનના અહેવાલ નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here