નેપાળમાં રવિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. યતિ એરલાઇન્સના વિમાન ATR-72માં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. નેપાળના સ્થાનિક મીડિયા અનુસાર, અત્યાર સુધીમાં 68 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, એરલાઈન્સ અને સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પ્લેનમાં 72 લોકો સવાર હતા, જેમાંથી પાંચ ભારતીય હોવાનું જોણવા મળ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
અકસ્માતની તસવીરો અને ફૂટેજ સામે આવી રહ્યા છે. બચાવ અને રાહત કાર્યમાં લાગેલા લોકોના જણાવ્યા અનુસાર, કોઈના બચવાની આશા નથી. પ્રાથમિક માહિતી અનુસાર ખરાબ હવામાનને કારણે પ્લેન એક પહાડી સાથે અથડાયું અને ક્રેશ થતાં જ તેમાં વિસ્ફોટ સાથે આગ લાગી ગઈ.નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ઈમરજન્સી કેબિનેટ બેઠક બોલાવી છે. આમાં રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરવામાં આવી રહી છે.દુર્ઘટના સ્થળે સેના તૈનાત કરવામાં આવી છે. તેમણે બચાવ અને રાહત કાર્યની જવાબદારી સંભાળી હતી. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નેપાળમાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.

આ અકસ્માત કાસ્કી જિલ્લાના પોખરા ખાતે જૂના એરપોર્ટ અને પોખરા એરપોર્ટ વચ્ચે થયો હતો. પ્લેન ટેકરી સાથે અથડાયું અને ખાડામાં પડ્યું. પોખરા એરપોર્ટ કાઠમંડુથી 200 કિમી દૂર છે. સ્થાનિક મીડિયા અનુસાર આ ઘટના રવિવારે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. સ્થાનિક લોકો રાહત અને બચાવ માટે પહોંચી ગયા હતા. જો કે આ સમાચાર બપોરે 12 વાગ્યાની આસપાસ મીડિયામાં સામે આવ્યા હતા. કેપ્ટન કમલ કેસી વિમાન ઉડાવી રહ્યા હતા. 68 મુસાફરોમાં 3 નવજાત, 3 બાળકો અને 62 પુખ્ત વયના લોકો હતા. આ ઉપરાંત 10 વિદેશી નાગરિકો પણ વિમાનમાં સવાર હતા. એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ કહ્યું છે કે હજુ સુધી કોઈ જીવિત વ્યક્તિને બહાર કાઢવામાં આવી નથી.
Read About Weather here
પ્રાથમિક જાણકારી અનુસાર ખરાબ હવામાનના કારણે પ્લેન એક પહાડ સાથે અથડાયું હતું. ક્રેશ થતાની સાથે જ તેમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી. આગના કારણે લોકોને બહાર કાઢવાની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. દુર્ઘટના સ્થળ નદી પાસે હોવાનું કહેવાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here