ભારત બાયોટેક 26 જાન્યુઆરીએ પોતાની ઈન્ટ્રાનેશનલ કોવિડ-19 વેક્સિન INCOVACC લોન્ચ કરશે, જે ભારતમાં આ પ્રકારની પહેલી વેક્સિન હશે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ના એલાએ શનિવારે આ માહિતી આપી હતી. તેઓ ભોપાલમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં બોલી રહ્યા હતા.ફેસ્ટિવલમાં સામેલ કૃષ્ણા એલાએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા કહ્યું કે પશુઓમાં લમ્પી ચામડીના રોગ માટે સ્વદેશી રસી Lumpi-Provakind પણ આવતા મહિને લોન્ચ થઈ શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
INCOVACC રસી કોવેક્સિનનું ઉત્પાદન કરનાર હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક વોશિંગટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન(WUSM)ના સહયોગથી બનાવી છે. આ નાકની રસી બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી રહી છે. ભારત બાયોટેકની આ નાકની રસીને iNCOVACC નામ આપવામાં આવ્યું છે. પહેલા તેનું નામ BBV154 હતું. તે નાક દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવશે. આ રસી શરીરમાં પ્રવેશતાની સાથે જ કોરોનાના ચેપ અને સંક્રમણ બંનેને બ્લોક કરે છે.નેઝલ વેક્સિન એ હોય છે જેને નાક દ્વારા આપવામાં આવે છે. તેને ઈન્ટ્રાનેઝલ વેક્સિન કહેવામાં આવે છે. એટલે કે તેને ઈન્જેક્શનથી આપવાની જરૂર નથી અને ન તો ઓરલ વેક્સિનની જેમ પીવડાવવામાં આવે છે. આ એક રીતે નેઝલ સ્પ્રે જેવી છે.
વેક્સિનના પ્રથમ ફેઝના ટ્રાયલના પરિણામો સારા રહ્યા છે. કોઈપણ વોલિન્ટિયરને નેઝલ વેક્સિન આપ્યા પછી કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ નથી. ક્લિનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રીના અનુસાર ચાર શહેરોમાં 175 લોકોને આ નેઝલ વેક્સિન આપવામાં આવી. આના પહેલા પ્રી ક્લિનિકલ ટ્રાયલમાં પણ વેક્સિન સુરક્ષિત જોવા મળી એટલે કે લેબોરેટરીમાં ઉંદરો અને અન્ય જાનવરો પર એ અત્યંત સફળ રહી હતી. જાનવરો પર થયેલી ટ્રાયલ દરમિયાન આ વેક્સિનથી મોટી માત્રામાં ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડીઝ બન્યા હતા.દેશમાં અત્યાર સુધીમાં 8 વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે. આ તમામ ઈન્ટ્રામસ્ક્યુલર વેક્સિન છે એટલે કે તેમને ઈન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. જ્યારે, નેઝલ વેક્સિન એ ઈન્ટ્રાનેઝલ વેક્સિન છે. તેને હવે મંજૂરી મળી ગઈ છે અને આ દેશની પ્રથમ નેઝલ વેક્સિન છે.
Read About Weather here
નેઝલ વેક્સિનના ચાર ટીપાં એક જ વખત નાકમાં નાખવાના રહેશે. આ જનરલ ટીપાં નથી પણ રસી છે એટલે વારેવારે નાકમાં નહીં નંખાય. પહેલીવાર પણ ડોક્ટરની સલાહ લઈને વેક્સિન વાપરવી. આનાથી ફાયદો એ થશે કે સોયવાળી વેક્સિન લેવી નહીં પડે. જેમણે બૂસ્ટર ડોઝ નથી લીધો તે ડોક્ટરને પૂછીને નેઝલ વેક્સિન લઈ શકે છે. આ વેક્સિન નાકમાં નાંખવાના ટીપાં રૂપે જ અપાશે અને તે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવશે. જો કે આ રસી વિનામુલ્યે નહીં મળે. તેની કિંમત હજુ જાહેર નથી થઈ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here