નાગાલેન્ડ : શરદ પવારે CM નેફ્યુ રિયોને સમર્થન આપ્યુ

નાગાલેન્ડ : શરદ પવારે CM નેફ્યુ રિયોને સમર્થન આપ્યુ
નાગાલેન્ડ : શરદ પવારે CM નેફ્યુ રિયોને સમર્થન આપ્યુ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે નાગાલેન્ડમાં મુખ્યમંત્રી નેફ્યુ રિયોને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. NCPના પ્રમુખના આ નિર્ણય બાદ સ્પષ્ટ છે કે પાર્ટી નાગાલેન્ડમાં વિપક્ષની ભૂમિકા ભજવશે નહીં. હાલમાં રાજ્યમાં NDPP અને ભાજપની ગઠબંધન સરકાર છે. જો કે, એ સ્પષ્ટ નથી કે NCP નાગાલેન્ડમાં સરકારનો હિસ્સો બનશે કે પછી તેને માત્ર બહારથી સમર્થન કરશે.

Visit Saurashtra Kranti Homepage here

ન્યૂઝ એજન્સી મુજબ, પાર્ટીનો આ નિર્ણય NCPના નાગાલેન્ડ યુનિટ અને 7 ધારાસભ્યો તરફથી રાજ્યના હિતમાં સરકારના સમર્થનના અભિપ્રાય બાદ લેવામાં આવ્યો છે. જ્યારે, NCPના આ નિર્ણય બાદ તેની અસર મહારાષ્ટ્રના રાજકારણમાં પણ જોવા મળી શકે છે, કારણ કે કોંગ્રેસ, ઉદ્ધન જુથની શિવસેના અને NCPનું સમર્થન છે.

નાગાલેન્ડ : શરદ પવારે CM નેફ્યુ રિયોને સમર્થન આપ્યુ CM

Read About Weather here

NCP ધારાસભ્ય દળની બેઠક કોહિમામાં 4 માર્ચના રોજ યોજાઈ હતી. આ દરમિયાન ધારાસભ્ય દળના નેતા, મુખ્ય દંડક, વ્હીપ અને પ્રવક્તા કોણ હશે તેની ચર્ચા થઈ હતી. બેઠકે પિક્ટો શોહેને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે, પી લોન્ગોનને નાયબ નેતા તરીકે, નમરી નચાંગને મુખ્ય દંડક તરીકે, વાય મોહનબેમો હેમ્ત્સોને વ્હીપ તરીકે અને એસ તોઇહો યેપ્ટોને પ્રવક્તા તરીકે પસંદગી કરવામાં આવી હતી. નાગાલેન્ડમાં ફરીથી NDPP-BJP ગઠબંધને સરકાર બનાવી છે. નાગાલેન્ડમાં નેફ્યુ રિયોએ પાંચમી વખત CM પદના શપથ લીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here