નેપાળમાં મોડી રાત્રે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના આંચકા રાજધાની દિલ્હી સુધી અનુભવાયા હતા. દિલ્હી ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ, લખનૌમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ભૂકંપના આંચકાથી ભયભીત થઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ 9 નવેમ્બરે રાતે 1.57 કલાકે આવ્યો હતો. જેની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળના મણિપુરમાં ઉત્તરાખંડના પિથોરાગઢથી 90 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું.
Visit Saurashtra Kranti Homepage here
નેપાળમાં રાતે 3.15 વાગ્યે ફરી એકવાર ભૂકંપ નોંધાયો હતો, જેની તીવ્રતા 3.6 હતી. નેપાળના ડોટી જિલ્લામાં બપોરે 2 વાગ્યે આવેલા ભૂકંપના કારણે એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા હતા. નેપાળના નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશના સુદૂર-પશ્ચિમ વિસ્તારમાં ત્રણ ભૂકંપના આંચકા નોંધાયા છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર નેપાળમાં 8 નવેમ્બરે રાત્રે 9 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 4.9 હતી. 8 નવેમ્બરના રોજ લગભગ 12 વાગે મિઝોરમમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 4.4 હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here