દિલ્હીમાં પ્રદુષણ વધ્યું: વર્ક ફ્રોમ હોમની તૈયારી

દિલ્હીમાં પ્રદુષણ વધ્યું: વર્ક ફ્રોમ હોમની તૈયારી
દિલ્હીમાં પ્રદુષણ વધ્યું: વર્ક ફ્રોમ હોમની તૈયારી
પાટનગર દિલ્હીમાં શિયાળાના આગમન સાથે જ પ્રદુષણ વધવા લાગતા હવે હવા ઝેરી બનવા લાગી છે અને એક તરફ પાડોશી ત્રણ રાજ્યોમાં ખેડૂતો દ્વારા પલારી સળગાવવાનું સતત ચાલુ રાખતા દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ શિયાળાના ગાઢ ધૂમ્મસ સાથે ભારે પ્રદૂષણની પરિસ્થિતિ સર્જાતા દિલ્હી સરકાર હવે લોકોને વર્ક ફ્રોમ હોમની નીતિ લાગુ કરી શકે છે.દિલ્હીમાં આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર કર્યું હતું કે, પ્રદુષણને કારણે બાંધકામ પ્રવૃતિ પર રોક લાગી ગઇ છે અને તેના પરિણામે બાંધકામ સાથે જોડાયેલા અંદાજે 1 લાખ જેટલા કારીગરો બેકાર થઇ ગયા છે

Visit Saurashtra Kranti Homepage here

તેમના માટે દિલ્હી સરકાર ત્રણ માસ માટે દર મહિને રુા. 5000ની સહાય અપાશે. આ રકમ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર હેઠળ આ કામદારોના ખાતામાં જમા થઇ જશે જ્યારે બીજી તરફ રાજ્યમાં હવે ફરી એક વખત ગાડીઓ માટે ઓડ-ઇવન સિસ્ટમ પણ દાખલ થઇ શકે છે. રાજ્યના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે દિલ્હીવાસીઓને વાહનથી થનારા પ્રદુષણને ઘટાડવા માટે જાહેર ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અથવા કાર શેરીંગનો પ્રયોગ કરવા અપીલ કરી છે.

Read About Weather here

આ ઉપરાંત જ્યાં બાંધકામ ચાલુ છે તેની માહિતી દિલ્હી એપ પર મોકલવા જણાવાયું છે. ઉપરાંત કોલસા કે લાકડા સળગાવવા પર પ્રતિબંધ મુકાયો છે. જો કે ભારે ઠંડીના કારણે અહીં ગરીબ વિસ્તારોમાં અહીં તાપણા વગેરે પણ થાય છે. દિલ્હી સરકારે મોટા વર્ગને વીજળી હીટરનો પ્રયોગ કરવા અપીલ કરી છે. દિલ્હીમાં પ્રદુષણ ઘાતક સ્તરે પહોંચી ગયું છે અને હજુ શિયાળો વધતો જતા પ્રદુષણની માત્રા પણ વધશે તેવા સંકેત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here