2022-23ના નાણાવર્ષમાં ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિકગાળામાં 4.4 ટકા આર્થિક વિકાસદર નોંધાયો છે. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન આ દર 11.2 ટકા હતો. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.3 ટકા જીડીપી વૃદ્ધિદર નોંધાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
વિકાસદરમાં ઘટાડાનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા પરિણામો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં આ સેક્ટરમાં 1.1 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે 31 માર્ચે પૂરા થઈ રહેલા નાણાવર્ષમાં વિકાસદર 7 ટકા રહેશે એવો અંદાજ છે. દરમિયાન એશિયન ડેવલપમેન્ટ બેન્કે ભારતનું અર્થતંત્ર 7 ટકા તથા આઇએમએફે 6.8 ટકાનો વિકાસદર નોંધાવશે એવો અંદાજ વ્યક્ત કર્યો હતો.
આંકડાઓ અનુસાર કૃષિ, કન્સ્ટ્રક્શન, સેવાઓ અને રિયલ એસ્ટેટ સેક્ટરે અપેક્ષા કરતા વધુ સારો દેખાવ કર્યો છે. આ પહેલા જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.3 ટકા વિકાસદર હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 13.5 ટકાના દરે આર્થિક વિકાસ નોંધાયો હતો. જ્યારે 2021-22 માટે દેશના આર્થિક વિકાસનું અનુમાન 8.7 ટકાથી સુધારીને 9.1 ટકા કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે વૃદ્ધિદરમાં ઘટાડાનો અંદાજ અગાઉથી હતો. કારણ કે કોવિડ બાદ ઝડપી ગ્રોથ નોંધાયો હતો. હવે ધીમે ધીમે અર્થતંત્ર સામાન્ય સ્થિતિમાં પરત ફરી રહ્યું છે.
Read About Weather here
મંગળવારે જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર વર્ષ દરમિયાનના લક્ષ્યાંકની તુલનામાં જાન્યુઆરીના અંત સુધીમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ 67.8 ટકા નોંધાઈ છે. ખર્ચમાં વધારા તથા આવકમાં ઘટાડાને કારણે ખાધમાં વધારો થયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here