તિજોરીઓ છલકાયા બાદ એ ધન કુબેરોને ભારતની ગલ્લીઓ પ્રતિ સુગ

તિજોરીઓ છલકાયા બાદ એ ધન કુબેરોને ભારતની ગલ્લીઓ પ્રતિ સુગ
તિજોરીઓ છલકાયા બાદ એ ધન કુબેરોને ભારતની ગલ્લીઓ પ્રતિ સુગ

કરોડપતિ થયા બાદ દેશમાં રહેવાને બદલે વિદેશની ભૂમિ ગમવા લાગે છે: 2019 માં 7 હજાર ધનાઢય ભારતીયોએ પારકું આંગણું પસંદ કર્યું

જે દેશની માટી બાદ ઉછેર પામીને, ઉદ્યોગ અને ધંધામાં ભારતીય હાથોની રાત દિવસની કાળી મજુરીનાં સહારે તિજોરીઓ છલકાય ગયા બાદ ધનકુબેર ભારતીયોને એકાએક ભારતનું આંગણું અપ્રિય લાગવા માંડે છે અને પહેલી તકે આપણી પોતાની ભૂમિને છોડીને વિદેશી પ્રાંગણમાં જઈને વસી જાય છે. તાજેતરમાં આફ્રોએશિયા બેંક દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે, 2019 નાં એક જ વર્ષમાં 7 હજાર ભારતીય ધનકુબેરો દેશ છોડીને વિદેશમાં જઈને વસી ગયા છે. ધનપતિ બન્યા બાદ એમને ભારતની ગલ્લીઓ ગમતી નથી. અહીં એમને ચારે તરફ ગંદકી દેખાય છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

Read About Weather here

10 લાખ ડોલરથી માંડીને 99 લાખ ડોલર સુધી સંપતિ ધરાવતા આવા ભારતીય નાગરિકો કોઈ નવા દેશમાં જઈને વસી ગયા છે અને લગભગ આખું વર્ષ ત્યાં જ પસાર કરે છે. વેરા અને નાણાંકીય બાબતો કામગીરીનું હવામાન જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને ધનકુબેરો સતત હિજરત કરતા રહે છે. ભારતીય નાગરિકો જે દેશમાં વસી ગયા છે તેમાં ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, બ્રાઝીલ, ફ્રાન્સ, યુ.કે., તુર્કી, હોન્કોંગ, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે. સૌથી વધુ હિજરત ચીન, રશિયા, હોન્કોંગ અને તુર્કીમાં થઇ છે. ત્યાં જઈને વસવાનું ભારતીય માલેતુજારો વધુને વધુ પસંદ કરી રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here