હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે હોળીદરમિયાન કેટલાક યુવકો જાપાની યુવતીને ખરાબ રીતે રંગ લગાવી રહ્યા છે. હોળીના દિવસે જાપાની યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. યુવતીનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ મહિલાને ભીડ દ્વારા રંગ લગાવીને પરેશાન કરવામાં આવી છે અને લોકો તેના માથા પર ઇંડા પણ ફોડી રહ્યા છે. યુવતી લોકોની હરકતોથી એકદમ અસ્વસ્થ દેખાઈ રહી છે. જો કે આ અંગે હજુ સુધી પોલીસને કોઈ ફરિયાદ મળી નથી પણ આ મામલો વાયરલ થતાં પોલીસે ત્રણની ધરપકડ કરી અને પૂછપરછ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ મામલે પોલીસ દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે. આમાં પોલીસે કહ્યું છે કે આ એક વિદેશી સાથે સંબંધિત હોળીના સોશિયલ મીડિયા/ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલી રહેલા ટ્વીટ/પોસ્ટને લઈને અપડેટ આપવામાં આવી છે. પોલીસ મુજબ વિડીયોમાં પહાડગંજ વિસ્તાર જેવો દેખાય છે જેને ધ્યાનમાં રાખવામાં અવાયું છે અને આ ઘટનાનું ચોક્કસ સ્થાન અને ક્યારે થયું તે જાણવા માટે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ જણાવી દઈએ કે પોલીસે જાપાની દૂતાવાસનો સંપર્ક કરીને યુવતીની ઓળખ અને ઘટના અંગે ઈ-મેલ દ્વારા માહિતી માંગી છે.
Read About Weather here
દિલ્હી પોલીસ દ્વારા મોકલવામાં આવેલા મેઇલના જવાબમાં દૂતાવાસના અધિકારીએ પુષ્ટિ કરી કે યુવતીએ દિલ્હી પોલીસને કે દૂતાવાસમાં આ વિશે કોઈ ફરિયાદ કરી નથી. આ વિશે હાલ પોલીસે જણાવ્યું કે વાયરલ થયેલ એ હોળીના વિડીયોના મામલામાં એક સગીર સહિત ત્રણ છોકરાઓની ધરપકડ કરવામાં આવી છે અને એ લોકોએ ઘટના સ્વીકારી લીધી છે. બધા નજીકના પહાડગંજ વિસ્તારના રહેવાસી છે અને હોળીની મજા માણતા હતા. નોંધનીય છે કે તેમની સામે ડીપી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here