જર્મનીના હેમ્બર્ગમાં ગોળીબાર ; 7નાં મોત

જર્મનીના હેમ્બર્ગમાં ગોળીબાર ; 7નાં મોત
જર્મનીના હેમ્બર્ગમાં ગોળીબાર ; 7નાં મોત
જર્મનીના હેમ્બર્ગ શહેરમાં શુક્રવારે મોડી રાત્રે એક ચર્ચમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનામાં 7 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોર વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. તેમજ તેણે આ ઘટનાને શા માટે અંજામ આપ્યો તે જાણી શકાયું નથી.
જર્મનીના હેમ્બર્ગમાં ગોળીબાર ; 7નાં મોત ગોળીબાર

Visit Saurashtra Kranti Homepage here

હેમ્બર્ગ પોલીસે ટ્વીટ કર્યું, ‘આ ફાયરિંગમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા, કેટલાકનાં મોત પણ થયાં. અમે મોટી સંખ્યામાં સુરક્ષા દળો સાથે સ્થળ પર છીએ. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે હુમલાખોર એક હતો કે એકથી વધુ.

જર્મનીના હેમ્બર્ગમાં ગોળીબાર ; 7નાં મોત ગોળીબાર

પોલીસ પ્રવક્તાએ કહ્યું, ‘મૃત્યુ પામેલા તમામ લોકોના શરીર પર ગોળીઓના ઘા હતા.’ બે પ્રત્યક્ષદર્શીઓએ N-TV ટેલિવિઝનને જણાવ્યું કે તેઓએ ગોળીબારનો અવાજ સાંભળ્યો. પોલીસને 15 મિનિટ પછી ઘટનાની માહિતી મળી.

Read About Weather here

પોલીસે કહ્યું કે સીસીટીવી સ્કેન કરવામાં આવી રહ્યા છે. ચર્ચની આસપાસના રસ્તાઓને કોર્ડન કરી દેવામાં આવ્યા છે અને ભારે પોલીસ દળ સ્થળ પર તૈનાત છે. આરોપીઓને છોડવામાં આવશે નહીં. પોલીસના જણાવ્યા અનુસાર ઘણા લોકોના શરીર પર ગોળીઓના ઘા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here