જયપુર : બેંકમાં પિસ્તોલ તાકી 10 લાખની લૂંટ…!

જયપુર : બેંકમાં પિસ્તોલ તાકી 10 લાખની લૂંટ…!
જયપુર : બેંકમાં પિસ્તોલ તાકી 10 લાખની લૂંટ…!
જયપુર : બેંકમાં બે લુંટારા પિસ્તોલ સાથે ઘૂસ્યા અને 10 લાખ રૂપિયાની લૂંટ કરી. લૂંટારુઓ બેંકના સફાઇ કામદારનું બાઇક લઇને નાસી ગયા. આ ઘટના શ્યામનગર વિસ્તારમાં ડીસીએમ ઈન્ટરસેક્શન સ્થિત ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં બની હતી. ઘટના સમયે બેંકમાં 50 લાખ રૂપિયા રોકડા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

એડિશનલ કમિશનર કૈલાશ બિશ્નોઈએ કહ્યું- માસ્ક પહેરેલા બે લુંટારુ અજમેર રોડ પર બેંકમાં ઘૂસ્યા. તે સમયે બેંકમાં 3 કર્મચારીઓ હાજર હતા. લૂંટારુઓએ બેંક સ્ટાફને પિસ્તોલ બતાવીને ધમકી આપી અને પછી તેમને લોકરમાં લઈ ગયા. જ્યાં તે તિજોરીમાં રાખેલા 10 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા. માહિતી મળતાં સ્થાનિક પોલીસની સાથે સીએસટી અને ડીએસટી સાઉથની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

Read About Weather here

પોલીસ સફાઈ કામદારની પણ પૂછપરછ કરી રહી છે. જેની બાઈક લઈને બદમાશો ભાગ્યા હતા. સીસીટીવીમાં લૂંટારુઓ દેખાય છે. બિશ્નોઈએ કહ્યું- પોલીસે ઘટનાસ્થળેથી સીસીટીવી ફૂટેજ લીધા છે. શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. જોકે આ દરમિયાન કોઈ બેંક ગાર્ડ હાજર ન હતો. જેના કારણે તે લૂંટ કરવામાં સફળ રહ્યા હતા. આ અંગે બેંકને લેખિતમાં પૂછવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here