જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી!!

જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી...
જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી...
દરેક વ્યક્તિ માટે જન્મદિવસ એક આનંદનો અવસર હોય છે. તેમાંએ કોઇ પોતાનો 100 મો જન્મદિવસ ઉજવે ત્યારે તો તેમને અને કુટુંબીજનોને કેટલો આનંદ થતો હોય તે કહેવાની જરૂર જ  નથી. પરંતુ ઓસ્ટ્રેલિયાના વિકટોરિયા રાજ્યમાં રહેલા એક મહિલાની ઇચ્છા હતી કે, તેમના 100 મા જન્મદિવસને જ તેઓની ધરપકડ થાય, તેઓને હાથકડી પણ પડી જાય. કારણ કે તેમના 100 વર્ષના જીવનમાં કોઇ દિવસ તેમને હાથકડીનો અનુભવ થયો ન હતો. આથી પોલીસ સાથે ગોઠવણ કરવામાં આવી.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસને પણ રમૂજ થઈ છતાં તે માજીની ઇચ્છા પૂરી કરવા પોલીસ સહમત પણ થઈ તે વધુ આશ્ચર્યજનક છે. ઓસ્ટ્રેલિયાના દક્ષિણના રાજ્ય વિકટોરિયા સ્થિત ગાર્ડન્સ રેસિડેન્શ્યલ વિભાગમાં રહેતાં. આ મહિલા જ્યારે પોતાના સગા સંબંધીઓ સાથે પોતાની બર્થ-ડે પાર્ટી ઉજવી રહ્યા હતા ત્યારે જ એક યુવાન કોન્સ્ટેબલે તે માજીને ધીરે ધીરે હાથકડી પહેરાવી.

પોલીસ વિભાગે સોશિયલ મીડિયામાં દાદીમાની ધરપકડની પોસ્ટ મૂકી હતી અને લખ્યું હતું કે, અમને બહુ જ આનંદ થઈ રહ્યો છે કે અમે તમારી ધરપકડ કરી. પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે, દાદીમાની ઈચ્છા પૂરી થઈ એનો પોલીસ વિભાગને આનંદ છે. જન્મદિવસની અનોખી ઉજવણી કરનારા આ દાદીમાના ફોટો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા.

Read About Weather here

પછી તે સમયનો ફોટો પણ લીધો. તે પછી તે કોન્સ્ટેબલે જ હાથકડી છોડી નાખી. આ પછી કુટુંબીજનો અને અન્ય સગા વહાલાઓએ હેપ્પી બર્થ ડે ટુ યુ જીન બીટકેન કહી તાળીઓના ગડગડાટ સાથે કેક કાપી, પછી ભોજન સમારંભ શરૂ કર્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here