એલએસી પર સુરક્ષાને વધુ મજબૂત કરવા કેન્દ્રીય કેબિનેટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે અંતર્ગત ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ની નવી સાત બટાલિયન અને એક સ્થાનિક હેડક્વાર્ટરની રચનાની મંજૂરી અપાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે આયોજિત કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી અપાઇ હતી.
Visit Saurashtra Kranti Homepage here
ભારત ચીન સરહદે સુરક્ષાનો સૌથી પહેલી લાઇનનો મોરચો આઇટીબીપીના જવાનો સંભાળે છે. છેલ્લાં ઘણાં સમયથી લદાખ અને અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે. તેથી આ નિર્ણયથી ભારતની સુરક્ષા વધુ મજબૂત બનશે. અહીં આઇટીબીપી જવાનોએ લગભગ આખું વર્ષ તહેનાત રહેવું પડે છે. તેથી નવી ભરતી પછી જવાનોને વધુ આરામ અને તાલીમ આપવામાં પણ સરળતા રહેશે. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, જાન્યુઆરી 2020માં આઇટીબીપીની 47 સીમા ચોકી અને 12 કેમ્પ બનાવવાની મંજૂરી મળી હતી. તેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હવે ITBPની નવી સાત બટાલિયન, 9400 નવા હોદ્દા અને એક સ્થાનિક મુખ્યાલય બનશે. તેનું કામ 2025-26 સુધી પૂરું થઇ જશે.
Read About Weather here
કેબિનેટ બેઠકમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ રૂ. 4800 કરોડ પણ મંજૂર કરાયા છે. તેમાં રૂ. 2500 કરોડ માર્ગ નિર્માણ પાછળ ખર્ચાશે. તે દેશની ઉત્તર સરહદના વ્યૂહાત્મક મહત્ત્વ માટે જરૂરી છે. લદાખની ઑલ વેધર કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને શિન્કુ ટનલને પણ મંજૂરી અપાઇ છે. 16,703 ફૂટની ઊંચાઇએ આ ટનલ બની ગયા પછી લદાખને વાયા મનાલી-દારચા હિમાચલ પ્રદેશ સાથે જોડી શકાશે, જેથી કારગીલ કે સિયાચિન સેક્ટરમાં કોઇ પણ પ્રકારની કટોકટી વખતે ભારતીય સેનાને સૈનિકો-શસ્ત્રસરંજામ સરળતાથી પહોંચાડી શકાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here