ચીનમાં લોકડાઉન સામે લોકો રસ્તા પર!

ચીનમાં લોકડાઉન સામે લોકો રસ્તા પર!
ચીનમાં લોકડાઉન સામે લોકો રસ્તા પર!
ચીનમાં ઝીરો કોવિડ પોલિસી સામે લોકો રસ્તા પર આવી ગયા છે. બેઇજિંગથી શરૂ થયેલું આ પ્રદર્શન હવે 9 મોટા શહેરોમાં પહોંચી ગયું છે. પોલીસ તેમને રોકવા માટે લાઠીચાર્જ કરીને લોકોની ધરપકડ કરી રહી છે, પરંતુ લોકોનો રોષ શાંત પડી રહ્યો નથી. રવિવારની આખી રાત સુધી લોકોએ રસ્તાઓ પર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું!

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન લોકો લોકડાઉન હટાવવા અને આઝાદી આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ કહ્યું- અમે પ્રેસની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, આંદોલનની સ્વતંત્રતા ઈચ્છીએ છીએ. અમને અમારી સ્વતંત્રતા આપો લોકો રાષ્ટ્રપતિ શી જિનપિંગના રાજીનામાની પણ માંગ કરી રહ્યા છે.ચીનમાં કોરોના સતત વધી રહ્યો છે. 27 નવેમ્બરે કોરોનાના 40 હજાર કેસ નોંધાયા હતા. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે!

ચીનમાં હવે એક્ટિવ કેસનો આંકડો 3 લાખને પાર થઈ ગયો છે. આ કારણે શી જિનપિંગ સરકારે ઘણા નિયંત્રણો લાદ્યા છે. કડક લોકડાઉનના કારણે 66 લાખ લોકો ઘરોમાં કેદ છે. આ લોકો ખાવા-પીવાની ચીજો ખરીદવા માટે પણ બહાર જઈ શકતા નથી. દરરોજ કોવિડ ટેસ્ટને કારણે નારાજગી પણ વધી રહી છે. જેઓ સરકારના નિયમોનું પાલન કરતા નથી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.લોકો પહેલાથી જ ઝીરો કોવિડ પોલિસી સામે ઓક્રોશમાં છે, પરંતુ 25 નવેમ્બરે ચીનના શિનજિયાંગમાં એક બિલ્ડિંગના 15માં માળે આગ ફાટી નીકળી ત્યારે ગુસ્સો ભડકી ગયો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. લોકડાઉનને કારણે રાહત સમયસર પહોંચી શકી નથી. અધિકારીઓની બેદરકારી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. પછી બેઇજિંગમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા!

Read About Weather here

નવા નિયમો લોકો પરના પ્રતિબંધોને હળવા બનાવે છે અને અર્થતંત્રને ઓછા નુકસાન પહોંચાડવા માટે બનાવાયા છે. પરંતુ સ્થાનિક સત્તાવાળાઓ કોવિડ કેસોમાં વધારાને કારણે કડક નિયમો છોડવા તૈયાર નથી. નિયમો હળવા કરવાને બદલે અધિકારીઓ પહેલાની જેમ ઝીરો કોવિડ પોલિસી પર પાછા ફરી રહ્યા છે. દેખાવો રાજધાની બેઇજિંગમાં શરૂ થયા અને હાંગઝોઉ, ચેંગદુ, જીનાન, ચોંગકિંગ, વુહાન, શિનજિયાંગ, ગુઆંગઝુ અને વુહાન સુધી ફેલાઈ ગયા છે. અહીં લોકો છેલ્લા ત્રણ દિવસથી સતત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
અસંતોષ વ્યક્ત કરીને વિરોધીઓ કોરા શ્વેતપત્ર (કોરો વાઈટ પેપર)સાથે વિરોધ કરી રહ્યા છે. બેઈજિંગમાં પણ વિદ્યાર્થીઓ કોરા શ્વેતપત્રો લઈને મૌન વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. તે એક પ્રકારનો સેન્સરશીપ અથવા ધરપકડ ટાળવાના માર્ગ તરીકે કરવામાં આવેલ વિરોધ છે!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here