ચીનમાં પાંચ સપ્તાહમાં જ 9 લાખના મોત

ચીનમાં પાંચ સપ્તાહમાં જ 9 લાખના મોત
ચીનમાં પાંચ સપ્તાહમાં જ 9 લાખના મોત

દેશની 64 ટકા વસ્તી કોરોનાની ચપેટમાં, આખરે સત્તાવાર આંકડા જાહેર થયા

પ્રથમ પાંચ અઠવાડિયા દરમ્યાન કોરોનાથી ચીનમાં 9 લાખ લોકોના મોત થયા હોવાનું સત્તાવાર આંકડાઓ દર્શાવે છે. કોરોનાના ભયાનક રોગચાળાએ ચીનની 64 ટકા વસ્તીને સંક્રમિત કરી નાખી છે. તેવું પહેલીવાર સત્તાવાર રીતે ચીને કબુલ કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ચીનમાં કોરોનાનો પ્રકોપ અન્ય તમામ દેશો કરતા અનેકગણો વધારે છે અને જે ઝડપથી મૃત્યુ થઇ રહ્યા છે અને જે આંકડા બહાર આવી રહ્યા છે એ ચોંકાવી દેનારા છે. ચીનમાં ફરીવાર કોરોનાએ આતંક મચાવવાનું શરૂ કર્યું. તેમાં પહેલા રાઉન્ડમાં જ 60 હજાર લોકોના મોત થયા હતા. જે વિશ્ર્વમાં અત્યાર સુધીનો સૌથી મોટો મૃત્યુ આંક છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને ખુલાસો કર્યો હતો કે, ડિસેમ્બરમાં 0 (ઝીરો) કોરોના નીતિને કારણે અચાનક ઓમિક્રોનનો ચેપ બેકાબુ થઇ ગયો હતો અને 12 જાન્યુઆરી સુધીમાં તો હોસ્પિટલોમાં 59938 જેટલા મૃત્યુ થયાનું નોંધાયું હતું.

Read About Weather here

ચીનના જ સત્તાવાર અહેવાલ મુજબ જાન્યુઆરી સુધીમાં દેશની 64 ટકા વસ્તી ચેપગ્રસ્ત બની છે. એટલે એવો અંદાજ મુકવામાં આવ્યો છે કે, મૃત્યુ દર 0.1 ટકા હોવાથી 9 લાખ લોકોના મોત થયાનું મનાય છે. હજુ આ આંકડો પણ ઓછો દર્શાવવામાં આવ્યો હોય એવું વિશ્ર્વના નિષ્ણાંતો માને છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here