ચીન સરકાર મુજબ, દેશમાં કોરોનાની સ્થિતિ ‘લો લેવલ’ પર આવી ગઈ છે. જાન્યુઆરીમાં અહીં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા 90% સુધી ઘટી છે. જે વિસ્તારોમાં કોરોનાનો પીક હતો, ત્યાં પણ હવે કેસીસ ઘટી રહ્યા છે. ચીનમાં ત્રણ વર્ષથી ચાલી રહેલી ઝીરો-કોવિડ પોલિસી પૂર્ણ થયા બાદ 80% ચીનીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
ભારતમાં રવિવારે કોરોનાના 80 નવા કેસ સામે આવ્યા હતા. હેલ્થ મિનિસ્ટ્રીના આંકડા મુજબ, દેશમાં હાલ 1,848 એક્ટિવ કેસ છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધી દેશમાં 5.3 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. સાથે જ ચાર કરોડથી વધુ લોકો વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે.જાપાન સરકારે કહ્યું હતું કે, ચીનમાં કોરોનાના હાલાત સતત મોનિટર કરવામાં આવી રહ્યા છે. જાપાનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે ચીને જાપાની મુસાફરો માટે ફરીથી વીઝા ઇશ્યૂ કરવાનું શરૂ કરી દીધું છે.ચીને આ મહિનાની શરૂઆતમાં જાપાનથી આવનાર લોકો માટે વિઝા બંધ કરી દીધા હતા. જેના કારણે જાપાનને કોરોનાના કારણે બોર્ડર પર નિયંત્રણો કડક કરવા પડ્યા હતા.
Read About Weather here
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)એ આજના દિવસે કોવિડ-19ને પહેલીવાર દુનિયા માટે પબ્લિક હેલ્થ ઇમેરજન્સી તરીકે જાહેર કર્યું હતું. જાહેરાતના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર WHOએ કહ્યું કે, કોરોના અત્યારે પણ બધા માટે હાઈ એલર્ટ છે. હેલ્થ એજન્સીએ જણાવ્યું કે, આ બીમારીથી દુનિયાભરમાં અત્યાર સુધી લગભગ 60 લાખ 80 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાના નકારાત્મક પ્રાભાવોના કારણે બાળકો માટે આપણે હજી સાવચેતી રાખવી જરૂર છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here