જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં બુધવારે હિમસ્ખલનને કારણે બે વિદેશી પ્રવાસીઓનાં મોત નીપજ્યાં હતાં. નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે અફરવાટ શિખરના હાપતખુદ કાંગડોરીમાં બપોરે 12.30 વાગ્યે બરફની 20 ફૂટ ઊંચી દીવાલ તૂટી પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here
પોલેન્ડના 12 અને રશિયાના આઠ પ્રવાસી સહિત બે સ્થાનિક ગાઇડ હિમસ્ખલનમાં ફસાયા હતા. બન્ને મૃતક પોલેન્ડના છે. પોલીસના મતે, તેમને બચાવવા 14 હજાર ફૂટ ઊંચાઈની કેબલ કારનો ઉપયોગ કરાયો હતો. રેસ્ક્યૂ ઓપરેશનમાં 19ને બચાવાયા હતા.
Read About Weather here
જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં બરફવર્ષાથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, યુપી, ઝારખંડ અને વિદર્ભમાં લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તામિલનાડુ અને કેરળના દક્ષિણી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here