ગુજરાતમાં કાર વેચાણનો 2022માં નવો રેકોર્ડ

ગુજરાતમાં કાર વેચાણનો 2022માં નવો રેકોર્ડ
ગુજરાતમાં કાર વેચાણનો 2022માં નવો રેકોર્ડ
કોવિડના કારણે કાર ઉત્પાદનમાં સેમીકન્ડકટર શોર્ટેજ નડી ગઇ હતી. પરંતુ હવે દેશમાં ઓટો ઉદ્યોગ પણ ટોપ ગિયરમાં દોડી રહ્યું છે તે સમયે ગુજરાતીઓ છેલ્લા બે કે ત્રણ વર્ષમાં જે કાર ખરીદી ચૂકી ગયા હતા તેનું સાટુ વાળવા માટે કાર કરતાં પણ વધુ સ્પીડે શો-રૂમ પર પહોંચી રહ્યા છે અને 2022માં ગુજરાતમાં 3.73 લાખ નવી કાર વેચાઇ જે 2021ના 2.76 લાખ નવી કાર વેચાણ કરતાં 42% વધુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

એકતરફ ઓટો કંપનીઓ દ્વારા દરેક મોડલમાં છેલ્લા બે વર્ષમાં ભાવવધારો કરાયો છે પરંતુ દીપાવલી, નવરાત્રિ તેમજ ડિસેમ્બર માસના અંતે કારમાં ડીમાંડ વધુ રહે છે અને તે સમયે ડીસ્કાઉન્ટની પણ ઓફર કરવામાં આવે છે જો કે હજુ પણ લોકપ્રિય મોડલમાં લાંબુ વેઇટીંગ છે. તેમ છતા જે બેઝીક અને એન્ટ્રી લેવલના મોડલ છે તેમાં 75,000થી 1,00,000 સુધીનું ડીસ્કાઉન્ટ ઓફર કરાઇ રહ્યું છે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર સહિતની ઓફરથી કાર ખરીદનાર માટે આકર્ષણ બનાવાઇ રહ્યું છે. 2018માં ગુજરાતમાં 3.31 લાખ કાર એક વર્ષમાં વેચાઈ હતી અને તે 2022માં 3.73 લાખ કારે પહોંચ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here